Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

મોરબીની લખધીરજી એન્જીનીયરીંગ કોલેજના જુના બિલ્ડીંગની મરામત કરાવવા માંગ

મોરબી ખાતે જે લખધીરજી એન્જીનીયરીંગ કોલેજ આવેલ છે. જે કોલેજ ભારત દેશ માં સૌથી પહેલી ૧૦ કોલેજો માંહેની એક છે. આ કોલેજ બનાવવા માટે મોરબી ના મહારાજા દ્વારા પોતાનો જુનો મહેલ દાન માં આપીને કોલેજ બનાવવામાં પોતાનું યોગદાન આપેલ હતું. આ બિલ્ડીંગ જુનું પુરાણું અને ઇતિહાસીક બિલ્ડીંગ છે.
આ કોલેજ માં અભ્યાસ કરી ને ઘણા લોકો એ પોતાની કેરિયર બનાવેલ છે. તેમજ સરકાર માં સેવા કરી ને ઉચ્ચ પદ પ્રાપ્ત કરેલ છે. ઘણા લોકો વિદેશ માં પણ ગયેલ છે. અન્ય રાજ્યો માંથી પણ ઘણા વિદ્યાર્થી ઓ એ આ કોલેજ માં અભ્યાસ કરેલ છે. અને હાલ માં પણ ઘણા વિદ્યાર્થીઓ આ કોલેજ માં અભ્યાસ કરી રહ્યા છે. આ જુનું બિલ્ડીંગ એક અભૂતપૂર્વ ઈતિહાસ ધરાવે છે. મોરબી ના મહારાજા ની દીર્ધ દ્રષ્ટી નો આ જીવતો જાગતો પુરાવો છે. અને મારા જેવા ઘણા લોકો માટે આ અમુલ્ય સંભારણું છે. યાત્રા ધામ જેવું જ પવિત્ર સ્થળ છે. મોરબી નું ગૌરવ પણ છે.
હાલ માં આ બિલ્ડીંગ જર્જરિત હાલત માં છે. અને તેનો ઉપયોગ કરવામાં આવતો નથી . હવે ના સમય માં આવું બિલ્ડીંગ બનાવવું ખુબજ કઠીન કામ છે. આવા સંજોગો વચ્ચે આને એક ઈતિહાસિક સંભારણું ગણી ને આનું રીપેરીંગ કરવા અમારી માંગણી તેમજ લાગણી છે. આ બિલ્ડીંગ ની મરામત થાય તેવું દરેક ભૂતપૂર્વ સ્ટુડન્ટ્સની મનની ઈચ્છા છે. અને આ કામ માટે પોતાના થી થતો સહયોગ પણ આપવા ઘણા લોકો તેયાર થશે. જેથી સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કે ડી બાવરવાએ મુખ્યમંત્રીને પત્ર લખી માંગણી કરી છે.

(9:47 pm IST)