Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

ખંભાળીયાના વડત્રા ગામે બીડીના વ્યસનીઓ એક જુડી માટે રૂ.૬૦૦નું કિલો ભેસનું ઘી પણ આપે છે...!!

તમને આ સમાચાર વાંચીને નવાઇ લાગશે પણ સત્ય છેઃ ગામના પૂર્વ સરપંચે જ આ સ્થિતિનો ચિતાર આપ્યો છે : તો બજરના બંધાણી વૃધ્ધ સ્ત્રી-પુરૂષો બજર ન મળતા ગાંડાવેળા કરતા હોય તેમને રૂમમાં પુરવા પડે છે...!! : વ્યસનીઓની માથુ દુખવુ, પેટનો દુખાવો, કબજીયાતની સૌથી વધુ ફરિયાદો

ખંભાળીયા તા. ૧૬ :.. સમગ્ર દેશમાં સરકારે છૂટછાટના નામે દારૂની દુકાનો ખોલી નાખી અને પાન, તમાકુ, બજરની દુકાનો ના ખોલતા વ્યસનીઓની સ્થિતિ વિકટ થવા માંડી છે.

બીડીની જુડી માટે ૧ કિલો ઘી...!!

ખંભાળીયા તાલુકાના વડત્રા ગામના પૂર્વ સરપંચ તથા આહિર આગેવાન શ્રી રામશીભાઇ રાણાભાઇ ચાવડાએ જણાવેલ કે સ્થિતિ એવી છે કે વ્યસનીઓ બીડીની એક જુડી માટ ૧-૧ કિલો ભેંસનું શુધ્ધ ઘી જેની કિંમત ૬૦૦ રૂ. છે તે પણ આપી દે છે...!!

તો બજર વિના વૃધ્ધોની સ્થિતિ એવી દયાજનક થઇ ગઇ છે કે અનેક જગ્યાએ વૃધ્ધો સ્ત્રી પુરૂષોના મગજ છટકી ગયા છે તો ગાંડાવેળા કરે છે તો કયાંકનો રૂમમાં પુરવા પડે છે....!!

ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં પણ વ્યસનીમાંથી ઘણા બીડી, તમાકુ ફાકી, બજર ના મળતા માથુ સતત દુઃખવું, કબજીયાત થવો પેટમાં દુઃખવું જેવા રોગોની સારવાર માટ આવવા લાગ્યા છે.

હાલ દ્વારકા જિલ્લામાં આટલી છૂટ છતાં લોકડાઉન ના કેસો રોજના ૪૦ થી પ૦ કેમ થાય છે...? તેનું કારણ પણ આ વ્યસનીઓ જ  છે રોજ શોધવા નીકળે છે અને પોલીસના પંજામાં આવી જાય છે....!!

(1:14 pm IST)
  • દક્ષિણ -પૂર્વ બંગાળની ખાડી પરનું હવાનું તીવ્ર દબાણ ડીપ ડિપ્રેશન હવે ચક્રવાતી તોફાન ' અંફન 'માં ફેરવયી ગયું છે : આઇએમડી access_time 10:51 pm IST

  • ભારતમાં કોરોનાનો ભરડો : લોકડાઉન -3 પૂર્ણ થતા પહેલા કોરોના સંક્રમિતનો આંક 90,000ને પાર પહોંચ્યો :છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 4542 કેસ નોંધાયા : રાત્રે 10-30 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના 90,398 કન્ફ્રર્મ કેસ : 53, 633 એક્ટિવ કેસ : 33,898 દર્દીઓ રિકવર થયા : વધુ 109 લોકોના મોત સાથે મૃત્યુઆંક 2862 થયો : છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં વધુ 1606 કેસ સાથે કુલ 30,706 કેસ થયા :ગુજરાતમાં નવા 1057 કેસ સાથે સંક્રમિતની સંખ્યા 10,989 થઇ : તામિલનાડુમાં નવા 477 કેસ અને દિલ્હીમાં વધુ 438 કેસ નોંધાયા access_time 11:31 pm IST

  • નવા લોકડાઉન -4 મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રાલયમાં અમિતભાઈની અધ્યક્ષતામાં હાઇલેવલ બેઠક યોજાઈ :કાલે નવી ગાઈડલાઈનની જાહેરાત થઇ શકે છે access_time 12:00 am IST