Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

જોડીયાના મોટીવાસમાં સમાધાન થયા બાદ બઘડાટી બોલી

જામનગર, તા.૧૬: જોડીયા પોલીસ સ્ટેશનમાં અહમદભાઈ ઈસ્માઈલભાઈ ચાવડા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ–પ–ર૦ર૦ના જોડીયા મોટીવાસમાં ગઈ તા.૭–પ–ર૦ર૦ના રોજ આમદભાઈ જુસબભાઈ સંઘાર અને હાજી કાસમ તથા હુશેન સીદીક તથા અસગર તૈયબ તથા મકબુલ જુસબ વાળાઓને અંદરો–અંદર બોલાચાલી થયેલ હોય જે બાબતે હું તથા અમારા નાતના આગેવાનો દ્વારા સમાધાન થયેલ હોય કે અંદરો અંદર ઝઘડાઓ નહીં કરવા અને બોલાચાલી નહીં કરવી તથા ઘરની બહાર બેસીને જે લોકો જેમ ફાવે તેમ બોલે છે તે લોકોએ બહાર નહીં બેસવા અંગે સમાધાન થયેલ હોય તેવું સમજાવતા આ કામના આરોપીઓ હાજી કાસમ, હુશેન સીદીક, અસગર તૈયબ, મકબુલ જુસબ, રે. મોટવાસ જોડીયાવાળાઓ એકદમ ઉશ્કેરાઈ જઈ ત્યાં બેસેલ આરોપી હાજી કાસમ ફરીયાદી અહમદભાઈ સાથે જેમ ફાવે તેમ બોલવા લાગેલ અને ભુંડા બોલી ગાળો બોલવા લાગેલ એટલામા ત્યાં બેસેલ અન્ય આરોપી અસગર તૈયબ તથા મકબુલ જુનસ તથા તોસીફ જુનસ આ બધા મળી ફરીયાદી અહમદભાઈને માર મારવ લાગેલ અને જેમ ફાવે તેમ ગાળો કાઢવા લાગેલ અને મને જાનથી મારી નાખીસ તેવુ કહેલ તથા અમોને મુંઢ ઈજા કરી ગુનો કરેલ છે.

પાણીની લાઈન માટે ખાડો ખોદવા બાબતે બઘડાટી

જામનગર : જોડીયા પોલીસ સ્ટેશનમાં નમીરાબેન અકબરભાઈ સલીમભાઈ સાયચા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ–પ–ર૦ર૦ના જોડીયા મોટોવાસ પીરના પટમાં ફરીયાદી નમીરાબેનના મામા હુશેન તથા શબીર પોતાના ઘર આગ પાણીની પાઈપ લાઈન તુટેલી હતી ત્યાં મારા ભાઈ ખાડો ખોદવા માટે જોવા માટે ગયેલ ત્યારે આરોપી આમદ બાવલા ચાવડા, ફારુક બાવલા ખીચડી, અશરફ અબ્બાસ સંઘાર, અબ્બાસ જુસબ સંઘાર, રે. જોડીયા મોટીવાસા વાળાએ આવી ફરીયાદી નમીરાબેનના ભાઈને તથા અમોને ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા ફરીયાદીના ભાઈઓ તથા ફરીયાદી નમીરબેનને મુંઢ ઈજા કરી ગુનો કરેલ છે.

દારૂની બોટલ સાથે ઝડપાયો

જામનગર : સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. જીતેન્દ્રસિંહ ખુમાનસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ–પ–ર૦ર૦ રણજીતસાગર રોડ, સાધના કોલોની, પહેલા ઢાળીયા પાસે, જામનગરમાં આરોપી વિશ્વરાજસિંહ યોગીરાજસિંહ જાડેજા, રે.જામનગરવાળા પોતાના કબ્જામાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની કાચની કંપની શિલબંધ બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– સાથે નિકળતા ઝડપાઈ ગયેલ છે.

પોલીસ કાર સાથે મોટરસાયકલ અથડાતા ચાલકનું મોત

જામનગર : પંચ એ પોલીસ સ્ટેશનમાં મેસુરભાઈ દેવરખીભાઈ મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ–પ–ર૦ર૦ના ઠેબા ચોકડી થી ખીજડીયા બાયપાસ વચ્ચે હાઈવે રોડ, સાંઢીયા પુલ નજીક હાઈવે રોડ ઉપર ફરીયાદ મેસુરભાઈ દેવરખીભાઈ મકવાણા ટાટા સુમો વિસ્ટા કાર નં. જી.જે.–૦૩––૧૬૬ર પોલીસ કાર નં.પી–૬૩ નું ચલાવીને પોતાની સાઈડમાં જતા હતા તે દરમ્યાન ઠેબા ચોકડી થી ખીજડીયા બાયપાસ રોડ વચ્ચેના ગેરકાયદેસર તુટેલા ડિવાઈડર માંથી હીર સ્પ્લેન્ડર મોટરસાયકલ જેના રજી નં. જી.જે.–૧૦–ડી.ડી.–પ૮૭૩નો ચાલક આરોપી શિવાજી રામભોલ મિશ્રા રે. જામનગરવાળો પોતાનું મોટર સાયકલ બેદરકારી અને બેફીકરાઈથી રોડ વચ્ચે ગેરકાયદેસર ડિવાઈડર માંથી રોડ ક્રોસ કરી ફરીયાદી મેસુરભાઈના ટાટા સુમો વિસ્ટામાં ભટકાડી ટાટા સુમો વિસ્ટામાં નુકશાન કરી અને આ એકસીડન્ટમાં આરોપી શિવાજી રામભોલા મિશ્રા એ પોતાનું મોત નિપજાવી ગુનો કરેલ છે.(

(1:11 pm IST)