Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

જૂનાગઢમાં આપઘાત કરવા મજબુર કરનાર ૩ વ્યાજખોરોની ધરપકડ

જૂનાગઢ, તા. ૧૬ :. જૂનાગઢમાં રાજેશભાઈ પોપટભાઈ સરધારા નામના મેલેરીયા અધિકારી અને બિલ્ડર તરીકે કાર્ય કરતા વ્યકિતએ આપઘાત કરતા ૩ વ્યાજખોરોની પોલીસે ધરપકડ કરી છે.

રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવાર તથા પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ ઉપરોકત ગુન્હાના આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા સૂચના કરવામાં આવેલ હોય જે અન્વયે ક્રાઈમ બ્રાન્ચ જૂનાગઢના પોલીસ ઈન્સ. આર.સી. કાનમિયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચના આર.કે. ગોહિલ પો. સબ ઈન્સ. ક્રાઈમ બ્રાન્ચ જૂનાગઢ તથા પો. હેડ કોન્સ. એસ.એ. બેલીમ, વિ.કે. ચાવડા, જે.એચ. મારૂ, બી.બી. ઓડેદરા તથા પો. કોન્સ. સાહિલભાઈ હુસેનભાઈ, ડાયાભાઈ કાનાભાઈ, કરશનભાઈ જીવાભાઈ વિગેરે પો. સ્ટાફના માણસો કોવિડ-૧૯ લોકડાઉન બંદોબસ્ત સબબ જિલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ખાનગીરાહે ચોક્કસ બાતમી હકીકત આધારે (૧) અશોકભાઈ મોહનભાઈ શેઠીયા ભાનુશાળી (ઉ.વ. ૫૪), ધંધો હીંગળાજ હોટલ રહે. સરગવાડા, પ્રાથમિક શાળા પાસે, જૂનાગઢ હાલ મંગલમ એપાર્ટમેન્ટ, બ્લોક નં. ૧૦૮, દોલતપરા, જૂનાગઢ તથા નં.ર), વિશાલભાઈ સુરેશભાઈ મુલચંદાણી સીધી લોહાણા (ઉ.વ. ૨૬) ધંધો બાંધકામ રહે. ઝાંઝરડા રોડ, શેરી નં. ૬, ગાયત્રી સ્કૂલ પાછળ, જૂનાગઢ તથા નં. ૩) રાજુભાઈ આલાભાઈ ઓડેદરા મેર (ઉ.વ. ૫૦) ધંધો લેબરકામ રહે. ખામધ્રોળ રોડ, પ્રેરણાધામ-૧ જૂનાગઢવાળાઓને અનુ. નં. ૧)ને રહે. મકાનેથી તથા નં. ૨ તથા (૩)ને ખામધ્રોળ રોડ, ગેબનશા પીરની દરગાહ પાસેથી હસ્તગત કરી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનને કોવિડ-૧૯નો ટેસ્ટ કરાવ્યા બાદ ઉપરોકત ગુન્હાના કામે અટક કરવાની સમજ કરી બી-ડિવીઝન પો. સ્ટે.ને સોંપેલ છે.

આ કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચ, જૂનાગઢ પોલીસ ઈન્સ્પેકટર આર.સી. કાનમીયા તથા આર.કે. ગોહિલ પો. સબ ઈન્સ. ક્રાઈમ બ્રાન્ચ જૂનાગઢ તથા પો. હેડ કોન્સ. એસ.એ. બેલીમ, વી.કે. ચાવડા, જે.એચ. મારૂ, બી.બી. ઓડેદરા તથા પો. કોન્સ. સાહિલભાઈ હુસેનભાઈ, ડાયાભાઈ કાનાભાઈ, કરશનભાઈ જીવાભાઈએ કરી છે.(

(1:07 pm IST)