Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

જસદણના ઉદ્યોગપતિ વિજયભાઇ દ્વારા વધુ હેન્ડ સેનેટાઇઝર અપાયા

જસદણ તા.૧૬ : જસદણ યુવા ભાજપ પ્રમુખ અને ઉદ્યોગપતિ વિજયભાઇ રાઠોડના જયંત એન્જી. વકર્સ દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલ હેન્ડ સેનેટાઇઝર મશીનો જૂદી જૂદી જગ્યાઓ પર વિનામુલ્યે મુકવામાં આવતા જયા લોકોની બહુધા પ્રમાણમાં અવરજવર હોવાથી કોરોના વાઇરસ ફેલાતો અટકશે. વિજયભાઇ રાઠોડના આટકોટરોડના કારખાનામાં તૈયાર થયેલ આ હેન્ડ સેનીટાઇઝર મશીન જે ટચ કર્યા વગર હાથ સાફ કરી આપે છે તેમણે પ્રથમ મશીન જસદણના ધારાસભ્ય કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાને અર્પણ કરી બીજા મશીનો તાલુકા સેવા સદન પોલીસ સ્ટેશન અને સરકારી હોસ્પિટલમાં વિનામુલ્યે અર્પણ કરી એક ખરા અર્થમાં લોકઉપયોગી બન્યા હતા.

અત્રે નોંધનીય છે કે આ પુર્વે જસદણ જીઆઇડીસી એશો.ના ત્રણ ઉદ્યોગપતિઓ દ્વારા સેનિટાઇઝર મશીનો આપવામાં આવેલ હતા. ઉલ્લેખનીય છે કે લોકડાઉનના તમામ તબકકામાં વિજયભાઇ દ્વારા તેમના દાદા પિતાના પગલે ચાલીને અવિરત સેવાયજ્ઞ ચાલુ રાખી અનેક લોકોને મદદરૂપ બન્યા છે.

(11:38 am IST)