Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

એક દિવસના વિરામ બાદ ભાવનગરમાં વધુ એક કોરોના પોઝીટીવ : કુલ આંક ૧૦૩

ભાવનગર તા. ૧૬ : ભાવનગરમાં વધુ એક પોઝીટીવ કેસ નોંધાતા કોરોના પોઝિટિવનો કુલ આંક ૧૦૩ થયો છે. શહેરના કાળાનાણા શિલ્‍પીનગર વિસ્‍તારમાં જૈન વણીક આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો છે.

ભાવનગરમાં કોરોના વાયરસે નવા વિસ્‍તારમાં એન્‍ટ્રી કરી છે. શહેરનાં કાળાનાળા શિલ્‍પીનગર વિસ્‍તારમાં રહેતા જૈન જીતેન્‍દ્રભાઇ અભેસંગભાઇ શાહ (ઉ.૫૯)નો મોડી રાત્રે પોઝીટીવ રીપોર્ટ આવ્‍યો હતો. આ સાથે ભાવનગરમાં કુલ પોઝિટિવનો આંક વધી ૧૦૩ થયો છે.

શહેરનાં હોટ સ્‍પોટ વિસ્‍તાર સિવાયનાં નવા વિસ્‍તારમાં કોરોનાનો કેસ નોંધાતા ચિંતની લાગણી ફેલાઇ છે.  ૬૦૪૧૩ વ્‍યકિતઓ હોમ કોરોન્‍ટાઇન  ભાવનગર શહેર અને જિલ્લામાં સુરત, અમદાવાદ સહિત અન્‍ય જિલ્લા અને અન્‍ય રાજ્‍યોમાંથી કુલ ૬૦૪૧૩ વ્‍યકિતઓને હોમ કોરોન્‍ટાઇન કરવામાં આવ્‍યા છે.

 

(11:31 am IST)