Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

જૂનાગઢમાં ૮૪ પેઢીનું ચેકીંગ કરી ૪૧૦ કીલો અખાદ્ય ચીજવસ્તુઓનો કરાયો નાશ

જૂનાગઢ, તા.૧૬:જૂનાગઢ શહેરમાં લોકડાઉન સંદર્ભે બંધ રહેલી પેઢીઓમાં  વાસી ફરસાણ, મીઠાઇ ઠંડાપીણા, આઈસ્ક્રીમ, બેકરી જેવી ૮૪ પેઢીઓનું ચેકીંગ કરી ૪૧૦ કીલોગ્રામ અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરાયો છે. ઊપરાંત આ પેઢીઓને હાઈઝેનીક કન્ડીશન જાળવવા તેમજ વાસી અને એકસપાયરી ફુડ આઇટમનું  વેચાણ ન કરવા તાકીદ કરવામાં આવી હતી. નાશ કરાયેલ જથ્થાની કુલ કિમત રૂ. ૭૦૧૮૦ થાય છે.

ખોરાક અને ઐાષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્યચીજોનું ઉત્પાદન કરતા હોય તેઓએ ઉત્પાદિત કરેલ ખાદ્યચીજ લોકડાઉનનાં  કરાણે લાંબા સમય સુધી પડી બંધ રહેવાથી અખાદ્ય તથા વાસી થઇ જવાની શકયતા હોય માનવ વપરાશ માટે  હાનિકારક બને છે.

જિલ્લા કલેકટરશ્રીની સુચના સંદર્ભે ખોરાક ઐષધ નિયમનતંત્ર દ્વારા કલ્યાણ સ્વીટ, અશોક ફરસાણ, મુરલીધર સ્વીટ એન્ડ ડેરી ફાર્મ, વૃંદાવન ડેરી ફાર્મ,ચંદ્ર ડેરી, હરીઓમ પેંડાવાલા, જેરામ મકન દુધવાળા, ગોપાલ સ્વીટ, રાજમીલન સ્વીટ, બજરંગ ડેરી ફાર્મ, બંસીધર ડેરી, જલારામ ડેરી, ગોકુલ દુગ્લાલય, જયશ્રી પફ, શ્રીનાથ ફરસાણ, આકાશ ફરસાણ, કૈલાસ કેકશોપ, જલારામ ફરસાણ, સુભાષ પાણી પુરી, જલીયાણ સ્વીટ એન્ડ ફરસાણમાં  લોકડાઉન કારણે વાસી થયેલ ચીજ વસ્તુનો નાશ કરાયો હતો.      

આ ઉપરાંત શકિત વિજય સ્વીટ માર્ટ,રદ્યુવીર ફરસાણ, સાધનાં ભેળ, સીયારામ ડેરી, રામ ડેરી, અન્નપુર્ણા સ્વીટ એન્ડ નમકીન, હરીઓમ બ્રધર્સ, રાજમંદીર દુગ્ધાલય, સીયારામ ફરસાણ સહિતમાં લોકડાઉનમાં અખાદ્ય થયેલ જથ્થાનો નાશ કરાયો હતો. વેપારી પેઢીઓ પણ અખાદ્ય ચીજવસ્તુના નાશ માટે સહયોગી થયા હતા.

જૂનાગઢ જિલ્લા જેલનાં કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કરાયુ

જૂનાગઢઃજૂનાગઢ કોરોનાં વાયરસનાં સંક્રમણનો ખતરો હોવા સાથે ડોકટરો સાથે પોલીસ જવાનો ફરજ બજાવી રહ્યા છે. જૂનાગઢ જિલ્લા જેલનાં પોલીસ સ્ટાફ પણ સતત ફરજ બજાવી પોતાનું યોગદાન આપી રહ્યા છે. જિલ્લા જેલનાં તમામ કર્મચારીઓનું જેલ ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો. જય દ્વારા સ્ક્રીનીંગ સાથે મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યુ હતુ.

      મેડિકલ ઓફીસરની કોરોનાં વાયરસ સંદર્ભે સતત ફરજ પરસ્તીને બિરદાવવા ડો. જય સાથે આરોગ્ય કર્મચારીઓનું જૂનાગઢ જિલ્લા જેલનાં અધિક્ષક એસ.એલ.દ્યુસા તથા સમગ્ર જેલ સ્ટાફ દ્વારા સન્માન કરવામાં આપેલ.

(10:28 am IST)