Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

જૂનાગઢઃ કૃષિ અને કોવિડ-૧૯ની અસરો પર રાજ્યપાલ દ્વારા વેબીનાર યોજાયો

જૂનાગઢ,તા.૧૬: ગુજરાત સરકારશ્રી દ્રારા કૃષિ અને કોવીડ-૧૯ની અસરો પર વેબીનાર યોજાઇ ગયો. આ વેબિનાર  ગુજરાત રાજયનાં માન.રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનાં અધ્યક્ષ સ્થાને યોજાઇ ગયો. તેમાં આત્મા ડાયરેકટ, ગાંધીનગરનાં શ્રી પૂનમચંદ્ર પરમારે ખેડૂતોને સરળતાથી ઈનપુટ લભ્ય અને તેની વિગત આપી હતી.

શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાંએ કૃષિમાં ખેડૂત અને વિધાર્થીઓને શિક્ષણ હાલ કઈ રીતે રાખવામાં આવે તેની વિગત આપેલ. કૃષિમંત્રીશ્રી આર.સી.ફળદુએ ખેડૂતો માટે સરકારશ્રીએ જે રાહતો આપી હતી તેની વિગત આપી હતી.

આ પ્રસંગે રાજય કૃષિમંત્રી, પુરુષોત્ત્।મ રૂપાલાએ કેન્દ્ર સરકારે ખેડૂતો માટેની રાહતોને પ્રથમ અગ્રતાક્રમ આપી છે અને નિકાસ માટે કોઇ તકલીફ ન પડે તેની નજર કેન્દ્ર સરકાર રાખે છે. ૯ કરોડ ખેડૂતોનાં ખાતામાં નિયમિત નિધારિત કરેલ રકમ જમા કરવામાં આવે છે. ગુજરાત રાજયનાં રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, હાલ કોરોના ની મહામારીનાં કારણે ખેડૂતો તથા વિધાર્થીઓને ઓછામાં ઓછી તકલીફ પડે તેનું ધ્યાન સરકાર રાખે છે. વડાપ્રધાનશ્રી એ ૨૦ લાખ કરોડનું પેકેજની જાહેરાત કરી મોટી રાહત આપી છે. પરંપરાગત કૃષિ  અને સજીવ ખેતી કરીએતો આ મહામારી માં રાહત મળી  શકે.

આ પ્રસંગે ચારે કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિશ્રીઓ પૈકી જૂનાગઢ કૃષિ યુનિવર્સિર્ટીનાં કુલપતિ શ્રી ડો.વી.પી.ચોવટીયા તેમજ વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.બી.કે.સગારકા અને કુલસચિવ ડો. પી.એમ.ચૌહાણે આ વેબીનારમાં ભાગ લીધીલ.

(10:27 am IST)