Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

ધોરાજીમાં કોરોનાનો પગપેસારોઃ પાસાનો આરોપી ઝપટે

૯ પોલીસ કર્મચારી તથા પરિવારજનો - સગાસંબંધી સહિત ૨૬ને કોરન્‍ટાઇન કરાશે : પ્રાંત અધિકારી સહિતના દોડી ગયા

પ્રથમ તસ્‍વીરમાં કોરોના પોઝિટિવ આવ્‍યો તે આરોપી, બીજી તસ્‍વીરમાં તબીબો દ્વારા સારવાર ત્રીજી અને ચોથી તસ્‍વીરમાં પોલીસ ટીમ અને હોસ્‍પિટલ નજરે પડે છે. (તસ્‍વીર : કિશોર રાઠોડ, ધોરાજી)

(કિશોર રાઠોડ - ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા. ૧૬ : ધોરાજી ઉપલેટા રોડ નળીયા કોલોની ખાતે આજથી પંદર દિવસ પહેલા કોરોના રિપોર્ટ બાબતે ધોરાજી આરોગ્‍ય વિભાગની મહિલા ટીમ સર્વે કરવા ગઈ હતી ત્‍યારે મહિલાઓ પર ચાર શખ્‍સોએ હુમલો કરેલ અને ફરજમાં રૂકાવટ કરેલ તે જ આરોપીની પાસાની કાર્યવાહી માટે ધોરાજી પોલીસે કાગળો કરતા અને ગઈકાલે રાત્રિના પોલીસે પાસા હેઠળ અટકાયત કરતા અને તેમને સુરત જેલ હવાલે કરવાનો હતો એ સમય પહેલા આરોપી કાસમ ઓસમાન દલને કોરોના પોઝિટિવ આવતા ધોરાજીમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

આ સમયે ધોરાજી પોલીસ પણ ટેન્‍શનમાં આવી ગઈ હતી અને આરોપીને તાત્‍કાલિક અસરથી કોઈ તેમને અડે નહીં અને કોરોના સારવાર માટે રાજકોટ સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી રહ્યા છે.

પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર વિજય કુમાર જોશીએ જણાવ્‍યું છે આજથી પંદર દિવસ પહેલા આરોગ્‍ય ટીમ ધોરાજીના ઉપલેટા રોડ નલિયા કોલોની ખાતે રહેતો માથાભારે શખ્‍શ કાસમ ઓસમાન દલ વિગેરે ચાર શખ્‍સોએ મહિલા આરોગ્‍ય વિભાગની ટીમો પર હુમલો કરેલો હતો તે સમયે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને મહિલા પીએસઆઇ નયનાબેન કદાવલા એ ચારેય શખ્‍સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બાદ મુખ્‍ય આરોપી ગણાતો કાસમ ઓસમાન દલના ગઈકાલે કોરોના ટેસ્‍ટ બાબતે સેમ્‍પલ લેવામાં આવ્‍યા હતા અને આરોગ્‍ય વિભાગની ટીમો ઉપર હુમલો કર્યો હતો તે બાબતે આરોપીઓ સામે પાસાની કાર્યવાહી ચાલતી હતી અને તેમની જિલ્લા કલેક્‍ટરે પાસાનો હુકમ કરતા આરોપીની ધરપકડ કરવા માટે પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર વિજય કુમાર જોશી મહિલા પી.એસ.આઇ નયનાબેન કદાવલા વિગેરે પોલીસ સ્‍ટાફ આરોપીની ધરપકડ નલિયા કોલોની ખાતેથી ધરપકડ કરી હતી એ સમય દરમિયાન રાજકોટ આરોગ્‍ય વિભાગ માંથી આરોપી કોરોના પોઝિટિવ હોવાનો રીપોર્ટ આવતાં તંત્ર ફફડી ઉઠયું હતું. તાત્‍કાલિક અસરથી આરોપીને સારવાર અર્થે રાજકોટ લઇ જવા બાબતે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દરમિયાન આરોપીને પકડવા ગયેલ પોલીસ ટીમ સહિત ૯ જેટલા પોલીસ કર્મચારીઓ તથા તેના પરિવારના સભ્‍યો અને સગાસબંધીઓ સહિત ૨૬ સભ્‍યોને સરકારી નિયમ મુજબ સરકાર દ્વારા કોરન્‍ટાઇનની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

આ ઉપરાંત આ વિસ્‍તારને કન્‍ટેનમેન્‍ટ ઝોન જાહેર કરી દેવામાં આવ્‍યો છે અને અવરજવર ઉપર પ્રતિબંધ મુકી દેવાયો છે. પ્રાંત અધિકારીશ્રી સહિતના ધોરાજી દોડી ગયા છે.

આરોપીને પકડવા ગયેલા એલસીબીના ૪ પોલીસ કર્મચારી, એક પોલીસ કોન્‍સ્‍ટેબલ અને ૪ જીઆરડી જવાનોને કોરન્‍ટાઇન કરાયા છે.

ધોરાજીના નલિયા કોલોની ખાતે પાસાના આરોપીકાસમ ઓસમાણ દલને કોરોના પોઝિટિવ આવતા સરકારી તંત્ર હરકતમાં આવ્‍યું ધોરાજીના ડેપ્‍યુટી કલેક્‍ટર ગૌતમ રૈયાણી જેતપુરના ડીવાયએસપી સાગર બાગમાંર ધોરાજીના મામલતદાર કિશોર જોલાપરા પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર વિજય કુમાર જોશી આરોગ્‍ય અધિકારી વિગેરે પોલીસ સ્‍ટાફ સાથે નલિયા કલોરીનેશન મારવામાં આવી હતી તેમજ કોરોના પોઝિટિવ દર્દીના સગા વ્‍હાલાઓને તાત્‍કાલિક રાજકોટ સમરસ હોસ્‍ટેલ ખાતે ૧૪ જેટલા ભાઈ-બહેનોને લઈ જવામાં આવ્‍યા છે.

ડેપ્‍યુટી કલેક્‍ટર ગૌતમ મિયાણી જણાવેલ કે ધોરાજીના દલિયા કોલોની વિસ્‍તારમાં પોઝિટિવ આવતા સમગ્ર વિસ્‍તારને હાલમાં પોલીસ જાપ્તો રાખવામાં આવેલ છે તેમજ દર્દી ના ૧૪ જેટલા સગા વ્‍હાલાઓને રાજકોટ સમરસ હોસ્‍ટેલ ખાતે ૧૪ દિવસ માટે કોરોન્‍ટાઇન કરવામાં આવશે.

આ વિસ્‍તારના લોકોને આરોગ્‍ય ટીમ દ્વારા તમામના નમુના લેવામાં આવશે અને નલિયા કોલોની ખાતે આરોગ્‍ય ટીમ કાર્યરત કરવામાં આવી છે અને તાત્‍કાલિક અસરથી છાવણી નાખવામાં આવી છે હાલમાં સરકારી તમામ અધિકારીઓ અને ખાતે સર્વેમાં ઉપસ્‍થિત છે.

(11:26 am IST)
  • ફ્રાન્સમાં લૉકડાઉનના નિયમો હળવા : સ્કૂલો ખુલી :સમાચાર એજન્સી એએફપીના અહેવાલ મુજબ ફ્રાન્સમાં સ્કૂલો ખૂલી ગઈ છે. સંક્રમણના બીજા તબક્કાની આશંકાઓ વચ્ચે ફ્રાન્સની સરકારે લૉકડાઉનના નિયમો હળવા કર્યા છે. access_time 10:46 pm IST

  • દક્ષિણ -પૂર્વ બંગાળની ખાડી પરનું હવાનું તીવ્ર દબાણ ડીપ ડિપ્રેશન હવે ચક્રવાતી તોફાન ' અંફન 'માં ફેરવયી ગયું છે : આઇએમડી access_time 10:51 pm IST

  • મોડીરાત્રે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ : કૉન્ટૅઈન્મેન્ટ વિસ્તારમાં મુક્તિ મળ્યાની અફવા : લોકોના ટોળા બહાર નીકળી પડ્યા ; પોલીસનો લાઠીચાર્જ : ટીયરગેસના સેલ છોડાયાના પણ અહેવાલ : વધુ વિગત મેળવાઈ રહી છે access_time 11:58 pm IST