Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

પશુના મારણની લાલચ આપીને સિંહની પજવણીનાં વિડીયોમાં ટ્રેકર સકંજામાં:બાઈક રાજકોટ પાસીંગની :અન્યોની શોધખોળ

અમરેલીનાં લાઠી પંથકમાં પશુનું મારણ બતાવી મારણની લાલચમાં સિંહ ને દોડાવીને પજવણીનો વિડીયો વાયરલ થયા બાદ  આ ઘટનામાં વન વિભાગનો એક ટ્રેકટર સકંજામાં આવ્યો છે અને રાજકોટ પાસીંગવાળી મોટર સાયકલનાં નંબર સામે આવતા પજવણી સમયે સામેલ લોકોને વન વિભાગ શોધી રહયુ છે.

  પશુ બતાવી સિંહની કુતરા જેવી હાલત કરતો એક વિડીયો વાયરલ થયા બાદ આ બાબત વન વિભાગને જાણમાં આવતા વન વિભાગનાં સીસીએફ વસાવડાએ તપાસના આદેશ જારી કર્યા હતા ત્યારે પ્રથમ તો આ ઘટના અમરેલીનાં લાઠી પારોના મતીરા રાઉન્ડની લુહારીયા વીડી પાસે આવેલ કૃષ્ણનગર હનુમાન મંદિરના પાછળનો ભાગનો વિસ્તાર હોવાનુ તપાસમાં સામે આવ્યુ હતુ.

   બાદમાં વન વિભાગે ઘટના સ્થળે હાજર બાઈકના નંબરના આધારે તપાસના ચક્રો ગતિમાન કરતા આ બાઈકના નંબર રાજકોટ પાસીંગના હોવાનુ ખુલતા નંબરના આધારે બાઈક માલીકની શોધખોળ ચાલી રહી છે. દરમ્યાન આ ઘાતકી કહી શકાય તેવી ઘટનામાં વન વિભાગના એક ટ્રેકરની ભુમીકા જણાતા તેને પણ સકંજામાં લઈ લીધો હોવાનુ જાણવા મળેલ છે.

(1:09 am IST)