Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

હાલારની દીકરીઓનો ક્રિકેટમાં વૈશ્વિક ઝળહળાટ :બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં જામનગરની બે મહિલા ક્રિકેટરોનો સમાવેશ

પંચવટી વિસ્તારની રિદ્ધિ રૂપારેલ અને ગુલાબનગરમાં રહેતી નેહા ચાવડને સ્થાન :

જામનગર :હાલારની ભૂમિ એ ક્રિકેટરોની ભૂમિ છે.સલીમ દુરાનીથી લઈને રવિન્દ્ર જાડેજા સુધીના ક્રિકેટરો દેશને આપ્યા છે. ત્યારે  બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં જામનગરની બે મહિલા ક્રિકેટરોનો સમાવેશ થતા પરિજનોમાં તેમજ જામનગરવાસીઓમાં ઉત્સાહનો માહોલ છે.

  જામનગરના પંચવટી વિસ્તારમાં રહેતી રિદ્ધિ રૂપારેલએ બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. ગુલાબનગરમાં રહેતી નેહા ચાવડા પણ બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં જોડાઈ ગઈ છે. બંને મહિલા ક્રિકેટરો હાલ બાંગ્લાદેશ ખાતે પહોંચી ચૂકી છે. ત્યારે મહિલા ખેલાડીના પરિજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

   માતા-પિતા ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે કે, તેમની દીકરીઓ દેશ વતી ક્રિકેટ રમે.જામનગરની બે મહિલા ક્રિકેટર બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં સામેલ  રિદ્ધિ રૂપારેલના ફાધર પણ ક્રિકેટ રમ્યા છે. અને પોતાની દીકરીને ક્રિકેટ રમવા માટે હંમેશા પ્રોત્સાહન આપતા રહ્યા છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે  રિદ્ધિએ ધોરણ આઠથી જ ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. દેશમાં એક બાજુ બેટી બચાવો બેટી પઢાવો ઉંમર ચાલી રહી છે ત્યારે જામનગરની બે દીકરીઓએ દેશનું નામ રોશન કર્યું છે.આમ તો રિદ્ધિ અન્ડર ૧૭ અને અન્ડર ૧૯માં ટીમની કેપ્ટન પણ રહી ચૂકી છે.

(1:06 am IST)