Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

ઉનાના કાજરડીની સગર્ભા માતા અને બાળકનું મોતઃ તબીબ સામે આક્ષેપ

ઉના તા. ૧૬ :.. ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકાના કાજરડી ગામની સગર્ભા મહિલા અને બાળકનું મોત થતા તબીબ સામે આક્ષેપ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ઉના તાલુકાના કાજરડી ગામની સગર્ભા મહિલાને કાલે ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ રજા આપવામાં આવી હતી.

રજા આપ્યા બાદ તબિયત લથડતા ફરી ઉનાની ખાનગી હોસ્પિટલમાં સગર્ભ મહિલા અને ગર્ભમાં રહેલ બાળકનું મોત નિપજયું હતું.

માતા અને બાળકના મોત બાદ પરિવારજનો દ્વારા તબિબ સામે બેદરકારીનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઉનાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે.

(4:34 pm IST)