Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

ખંભાળીયામાં ૮ સંતાનનાં પિતા હનીટ્રેપનો શિકારઃ યુવતિ સહિત ૩ સામે ફરિયાદ

ખંભાળીયા તા. ૧૬ :.. ઓખાના રૂપેણ બંદર ખાતે રહેતા અને છુટક માચ્છીમારીનો ધંધો કરતા ઇશાભાઇ અબ્દુલભાઇ ઇસબાણી (ઉ.પ૩) ને આજથી અંદાજે ત્રણેક માસ પહેલા જુદા - જુદા બે અજાણ્યા નંબર પરથી ફોન આવેલ અને ફોનમાં તેનું નામ અફસાના, આશીયાના કહી મિઠી મીઠી વાતો કરતા ફરીયાદીએ તેમના મોબાઇલ નંબર કયાંથી મળ્યા સહિતની બાબતે પૂછતા ફોન પરની યુવતીએ કોઇ જવાબ ન આપી સતત ફોન કરી પ્રેમ સંબધોની સુમધુર વાતો કરતા ફરીયાદી પણ આ મોહપાસની વાતોમાં પાણી પાણી થઇ જઇ સંપર્ક વધારી રોજ-બરોજ ફોનમાં વાર્તાલાપ શરૂ દેવામાં આવ્યા બાદ યુવતીએ પ્રૌઢને મળવા માટે ખંભાળીયા બોલાવતા બન્ને શહેરની એક કોલ્ડ્રીંકસની દૂકાનમાં બેસી મળ્યા હતાં.

જે બાદ ફરીથી ફોનમાં સતત પ્રેમાલાપ શરૂ થઇ જતા ફરીયાદીને બીજી વખત ખંભાળીયા મળવા માટે બોલાવતા બન્ને ફરીથી એજ દુકાનમાં મળતા ફરીયાદી પ્રૌઢ સ્ત્રી વ્યકિતત્વમાં આકર્ષિત થઇ જતાં વાતચીતનો દૌર લંબાવાતા યુવતીએ ફરીયાદી પ્રૌઢને ફોન કરી ફરીથી ગત તા. ૪ ના રોજ ખંભાળીયા ખાતે પોરબંદર રોડ પર આવેલ મોટાપીરની દરગાહ પાસે મળવા બોલાવ્યા હતાં. કાર લઇને મળવા આવેલા પ્રૌઢને યુવતીએ તેમની પાછળ પાછળ આવવા જણાવી આગળ બાવળની ઝાડી પાસે ઉભા રાખી બન્ને વાતચીત કરતા અંધારાના સમયે અચાનક પૂર્વ આયોજીત રીતે બે શખ્સો બાઇકમાં પોલીસની લાકડી રાખી આવી પહોંચી પોતાની ખંભાળીયા પોલીસ તરીકેની ઓળખ આપી અહીં શું કરો છો કહી પ્રૌઢને ધમકાવી કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી મારજોડ કરતા ફરીયાદી ઇશાભાઇએ બદનામીના ડરે પતાવટ કરવાનું જણાવતાં બન્ને શખ્સોએ બે લાખની માગણી કરી હતી અને છેલ્લે એક લાખમાં પતાવટ કરવાનું નકકી કરી રૂ. પ૦૦૦ તથા કાર લઇ જઇ જણાવેલ કે પૈસા આપવા આવો ત્યારે કાર મળી જશે. જે પૈસા આપવા માટે ફરીયાદી ગત તા. ૬ ના રોજ ખંભાળીયા ચાર રસ્તા પાસે આવી જણાવેલ નંબર પર ફોન કરતા પોલીસ તરીકેની ઓળખ આપનાર વ્યકિત પોરબંદર રોડ પર આવેલ કબ્રસ્તાનના દરવાજા પાસે લઇ ધમકાવી રૂ. ૮પ૦૦૦ પડાવી લીધા હતાં. અને અન્ય બાકીની રકમ સોમવારે આપવાનું કહેતા ફરીયાદીની ફોર વ્હીલ પરત આપેલ હતી. અને સોમવારે ફરીથી એજ જગ્યાએ બાકીના રૂ. ર૦,૦૦૦ આપ્યા હતાં. એમ છતાં અન્ય શખ્સ દ્વારા ફોન કરી વધુ પૈસાની માગ કરી ધાક ધમકી આપતા અંતે કંટાળી જઇ ઉપરોકત નામ વાળી યુવતી સાથે જ આ શખ્સો મળેલા હોવાની સાથે પોતે હનીટ્રેપનો ભોગ બન્યાનું જણાતા આશીયાના - અફસાના નામ ધરાવતી યુવતી તથા પોલીસની ઓળખ આપનાર બન્ને શખ્સો વિરૂધ્ધ ખંભાળીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસ દ્વારા ફરીયાદના આધારે કલમ ૧૭૦, ૩૮૪, ૩ર૩, ૧ર૦ બી, ૧૧૪, પ૦૬ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી પીએસઆઇ ચાવડા દ્વારા કરવામાં આવી રહી છે.

(1:37 pm IST)