Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન પર છુટી ત્રણ વર્ષથી ફરાર મર્ડર કેસના આરોપી ચિતલના સરવૈયાને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

અમરેલી, તા.૧૬: અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયે જેલમાંથી પેરોલ/ફર્લો અને વચગાળાના જામીન ઉપરથી છુટી ફરાર આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી જેલ હવાલે કરવા અમરેલી જીલ્લા  પોલીસ તંત્રને જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમે અમરેલી તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૪૩/૨૦૧૧, ઇ.પી.કો. કલમ ૩૦૨, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૪, ૫૦૪, જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુન્હાના કામે રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન ઉપર છુટી છેલ્લા ત્રણ વર્ષથી ફરાર થયેલ કાચા કામના કેદીને અમરેલી ગીરીયા રોડ, ખોડીયાર માતાજીના મંદિર પાસેથી પકડી પાડવામાં સફળતા મેળવેલ છે.

ગઇ તા.૨૮/૧૧/૨૦૧૧ ના રોજ ફરિયાદી ધર્મેન્દ્રભાઇ લાભશંકરભાઇ મહેતા, રહે.અમરેલી વાળાએ જાહેર કરેલ કે પોતે બે વર્ષ પહેલા આરોપીઓના કુટુંબીની દિકરી સાથે આંતરજ્ઞાતીય લગ્ન કરેલ હોય અને તથા અગાઉના ઝગડાનું મનખદુઃખ રાખી (૧) ભીખુ કાળુભાઇ સરવૈયા (ર) હરપાલ અજીતસિંહ સરવૈયા (૩) પૃથ્વીરાજ વનરાજસિંહ સરવૈયા (૪) મહાવીર બબાભાઇ સરવૈયા (પ) દેવકુ ધીરૂભાઇ ગઢવી (૬) ઘનશ્યામ જેન્તીભાઇ દેસાઇ (૭) સત્યદીપ પદુભા સરવૈયા (૮) પપ્પુ અજીતસિંહ સરવૈયા, રહે.તમામ ચિત્ત્।લ વાળાઓએ એકસંપ કરી ગે.કા. મંડળી રચી તલવાર, પાઇપ, લાકડી જેવા હથિયારો ધારણ કરી પોતાના મામા રાજેશભાઇ ઉર્ફે ગટાભાઇ પંડ્યા, ઉં.વ.૪૦, રહે.અમરેલી વાળાનું ખુન કરી નાંખી જે ગુન્હાના કામે આરોપીઓ અટક કરી જેલ હવાલે કરવામાં આવેલ હતાં તે પૈકીનો આરોપી પૃથ્વીરાજ વનરાજસિંહ સરવૈયા હાઇકોર્ટના ક્રિમી. મીસ.એપ્લીકેશન નંબર ૧૭૬૧/૧૬, તા.૨૧/૦૧/૧૬ થી તા.રર/૦૧/૧૬ ના રોજ વચગાળાના જામીન પરથી જેલ મુકત થયેલ. મજકુર આરોપીને તા.૨૩/૦૨/૨૦૧૬ ના રોજ જેલમાં હાજર થવાનું હતું અને મજકુર જેલમાં હાજર થવાને બદલે ફરાર થઇ ગયેલ હતો. જે પૃથ્વીરાજ વનરાજસિંહ સરવૈયા, ઉં.વ.૨૮, રહે.ચિત્તલ, રાજવાળી શેરી, અટક કરવામાં આવેલ છે.

(1:35 pm IST)