Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

પડધરી પાસે ૬ લાખનો દારૂનો જથ્થો પકડાયો

આઇશરમાં બનાવેલ ચોરખાનામાં ૨૦૪૦ બોટલ દારૂના જથ્થા સાથે પાંચ ગુન્હામાં વોન્ટેડ વિસામણના વિજયસિંહ જાડેજાને પી.એસ.આઇ જે.વી.વાઢીયા તથા સ્ટાફે દબોચી લીધોઃ અન્ય શખ્સો છ : પકડાયેલ વિજયસિંહ જાડેજા પડધરીના ૩, રાજકોટ અને જામનગરના દારૂના ગુન્હામા વોન્ટેડ હતોઃ ૧૪.૬૯ લાખનો મુદામાલ કબ્જે

તસ્વીરમાં પકડાયેલ દારૂનો જથ્થો, આઇશરમાં બનાવેલ ચોરખાનુ અને અંતિમ તસ્વીરમાં પડધરી પોલીસનો કાફલો નજરે પડે છે.

રાજકોટ તા.૧૩: પડધરીના વિસામણ ગામની સીમમાં પડધરી પોલીસે રેઇડ કરી આઇશરમાં ૬ લાખના દારૂના જથ્થા સાથે પાંચ ગુન્હામાં વોન્ટેડ વિસામણના ગીરાસીયા શખ્સને ઝડપી લીધો હતો. આઇશરમાં દારૂનો જથ્થો છુપાવવા માટે ચોરખાનુ પણ બનાવાયું હતું.

જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ ડીવી એચ.એમ.જાડેજાના દ્વારા રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહી જુગારની બદીને સંપૂર્ણ રીતે નેસ્તનાબુદ કરવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્વયે પડધરી પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. જે.વી.વાઢિયા તથા સ્ટાફના માણસો પો.સ્ટે.હાજર હોય તે દરમ્યાન પો.સબ ઇન્સ શ્રી જે.વી.વાઢિયા સા.તથા પો.કોન્સ.યુવરાજસિંહને મળેલ ખાનગી હકીકત આધારે વીસામણ ગામની સીમમાં વોચ ગોઠવી હકીકત આધારે વિસામણ ગામની સીમ હનુમાન મંદિર પાસેથી આઇસર રજી નં.જીજે ૧૯ એકસ ૨૮૨૯માં આગળના ભાગે બનાવવામાં આવેલ ચોરખાના માંથી પરપ્રાંતીય ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની એપીસોડ વ્હીસ્કી કાચની શીલપેક બોટલ નં.૨૦૪૦ પેટી નં.૧૭૦ કિ.રૃા.૬,૧૨,૦૦૦ તથા એક અલ્ટો કાર નંબર વગરની કિ.રૃા.૧,૫૦,૦૦૦ તથા મોબાઇલ નંગ-૨ કિ.રૃા.૭,૦૦૦ મળી કુલ કિ.૧૪,૬૯૦૦૦ ના મુદામાલ સાથે પડધરી પો.સ્ટેશનના ત્રણ તથા રાજકોટ અને જામનગર જીલ્લામાં પ્રોહીબીશનના ગુન્હાના નાસતા ફરતા આરોપી વિજયસિંહ સજુભા જાડેજા જાતે.દરબાર ઉ.વ.૨૬ રહે. વિસામણ ગામ વાળાને પકડી પાડી તેમજ નાશીજનાર ઇસમો વિરૂધ્ધમાં પ્રોહી એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરીમાં પડધરીના પો.હેડ કોન્સ જયદીપસિંહ ચૌહાણ, વકારભાઇ અરબ, રણજીતભાઇ, ફીરોઝભાઇ, પો.કોન્સ.યુવરાજસિંહ,પ્રભાતભાઇ, પુષ્પરાજસિંહ, બ્રિજરાજસિંહ, અયુબભાઇ, કૃપાલભાઇ, જયેન્દ્રસિંહ તથા ડ્રાઇવર જગતસિંહ વિગેરેજોડાયા હતા.

(11:53 am IST)
  • ચૂંટણી પંચની આકરી કાર્યવાહી બાદ મમતા બેનર્જી ધુંવાફુંવા :કહ્યું પીએમ નરેન્દ્રભાઈ મોદીને હટાવો;દેશ બહાર કાઢી મુકો :કોલકતામાં થયેલી હિંસાના વિરોધમાં પદયાત્રા કર્યા બાદ મમતાએ કહ્યું કે મોદીએ મારા બંગાળ અને બંગાળીયતનું અપમાન કર્યું :મમતાએ એવો પણ આરોપ લગાવ્યો કે અમિતભાઇ શાહના રોડ શોમાં 15 થી 20 કરોડનો ખર્ચ થયો access_time 1:18 am IST

  • પરીણામો પછીના વિજયોત્સવ માટે ભાજપે રોડ-શો કાઢવા તૈયારીઓ શરૂ કરી દીધી છે access_time 4:29 pm IST

  • વેનેઝુએલા જતી તમામ ફલાઈટો અમેરિકાએ રદ્દ કરી : સલામતી અને સિકયુરીટી કારણોસર વેનેઝુએલા જતી તમામ વિમાની ઉડ્ડયનો અમેરિકાએ રદ્દ કર્યા છે : વેનેઝુએલામાં ભારે રાજકીય અફરાતફરી પ્રવર્તે છે અને સતત તનાવ વધતો જાય છે ઉપરાંત રાજકીય અસ્થિરતા સર્જાયેલ છે. access_time 3:49 pm IST