Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

ચોમાસામાં સરેરાશ પપ ઇંચ વરસાદ અને મધ્યમ ખેત ઉત્પાદનનો વરતારો

ઉપલેટાના રજનીકાંતભાઇ લાલાણી દ્વારા ભડલી વાકયો અને ખગોળ વિદ્યા અભ્યાસ ઉપરથી પૂર્વાનુમાન

ઉપલેટા તા.૧૬: ભડલી વાકયો અને ખગોળ વિદ્યાના અભ્યાસ ઉપરથી રજનીકાંતભાઇ લાલાણી (મો. ૯૪ર૬૯ પર૮૬૩)એ ચોમાસામાં સરેરાશ વરસાદ પપ ઇંચ તથા ખેત ઉત્પાદન મધ્યમ રહેશે તેવો વરતારો પૂર્વાનુમાન જાહેર કર્યું છે.

તેમણે જણાવેલ કે પ્રથમ વાવણીનું પૂર્વાનુમાન તા.ર૭-૬-૧૯ થી ૧-૭-૧૯ તેમજ બીજી વાવણી તા.૪-૭-૧૯ થી ૧૪-૭-૧૯માં  થઇ શકે તેવું પૂર્વાનુમાન છે. જુલાઇમાં સતત વરસાદ કે હેલીની શકયતા છે

ઓગષ્ટની શરૂઆતના ૧૦ દિવસ વરસાદની ખેંચની સંભાવના છે.

(11:49 am IST)
  • વડાપ્રધાને તમને કહેલ કે તેઓ પોતે તમારા બધાના ખાતામાં ૧૫ લાખ નાખશે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કહે છે કે તે ચૂંટણી જુમલો હતોઃ શું તમે ફરીથી તેઓ ઉપર ભરોસો કરશો?: પ્રિયંકા તુટી પડયા : ઉત્તરપ્રદેશના મહારાજગંજમાં કોંગ્રેસ મહામંત્રીના ચાબખા access_time 4:33 pm IST

  • ચૂંટણી પંચની આકરી કાર્યવાહી બાદ મમતા બેનર્જી ધુંવાફુંવા :કહ્યું પીએમ નરેન્દ્રભાઈ મોદીને હટાવો;દેશ બહાર કાઢી મુકો :કોલકતામાં થયેલી હિંસાના વિરોધમાં પદયાત્રા કર્યા બાદ મમતાએ કહ્યું કે મોદીએ મારા બંગાળ અને બંગાળીયતનું અપમાન કર્યું :મમતાએ એવો પણ આરોપ લગાવ્યો કે અમિતભાઇ શાહના રોડ શોમાં 15 થી 20 કરોડનો ખર્ચ થયો access_time 1:18 am IST

  • નકલી બિયારણકાંડઃ કૃષિ વિભાગે તપાસ શરૂ કરી :ગાંધીનગરના માણસામાં બિયારણની દુકાનમાંથી મળી ૧૦ બિયારણની નકલી થેલીઓ મળી આવી હતીઃ ખાતરકાંડ બાદ સૌથી મોટો ઘટસ્ફોટ access_time 3:56 pm IST