Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

મોરબીના નાની વાવડી ગામમાં ગૌસેવાની મિશાલઃ રપ૦થી વધુ ગાયોને મળ્યો આશરો

કચ્છથી હિજરત કરી ગયેલા માલધારીના પશુધન માટે દરરોજ ૧૨૫-૧૫૦ મણ ઘાસચારો અને પાણીની સુવિધા

મોરબી, તા.૧૬: ગત વર્ષે દુષ્કાળની પરિસ્થિતિને પગલે સુકા પ્રદેશ તરીકે ઓળખાતા કચ્છમાં પશુધન માટે પાણી અને ઘાસચારો ખૂટી પડયો હતો અને પશુધનના નિભાવ માટે માલધારીઓને કમને હિજરત કરવાનો વારો આવ્યો હતો અને માલધારી પોતાના માલઢોર સાથે અહીંથી તહી રાખડી રહ્યો છે ત્યારે છેલ્લા બે માસથી મોરબી પાસેના નાની વાવડી ગામમાં કચ્છની ૨૫૦ ગાયોને દ્યાસચારો અને પાણીની સગવડ કરીને ગ્રામજનોએ માનવતા દીપાવી છે અને ગાય માતાની સાચી સેવા ગ્રામજનો કરી રહયા છે.

કચ્છથી હિજરત કરીને રખડતા માલધારી નાની વાવડી ગામે પહોંચ્યા હતા જેની પાસે ગાયને ઘાસચારો નાખવા માટે કોઈ આર્થિક રકમ ના હોય જેથી ગ્રામજનોને મદદની ગુહાર લગાવી હતી ત્યારે ગૌમાતાની સેવા કાજે સદાય તત્પર એવા નાની વાવડી ગામના સરપંચ જયંતીભાઈ પડસુંબીયા, ગ્રામજનોએ ૨૫૦ થી વધુ ગાયોના નિભાવની જવાબદારી લીધી હતી અને ગામમાં ફેન્સીંગ કરેલી સુરક્ષિત જગ્યાએ ગાયોને આશરો આપ્યો હતો તેમજ બે માસથી ગ્રામજનો ૨૫૦ થી વધુ ગાયોનો નિભાવ કરી રહયા છે બીજી તરફ આશરો મળવાથી પોતાના પશુધનને બચાવી સકેલા માલધારી જણાવે છે કે કચ્છમાં દુષ્કાળને પગલે તે હિજરત કરી ગયા હતા રાજકોટ સહિતના વિસ્તારોમાં ગત શ્રાવણ માસથી તેઓ ફરી રહ્યા છે જોકે બે માસથી નાની વાવડીના ગ્રામજનોએ તેની ગાયોની સારી ચાકરી કરી છે પાણી અને ઘાસચારો પૂરો પાડી ૨૫૦ થી વધુ ગાયોને ગ્રામજનોએ ઉગારી લીધી છે દરરોજ ૧૨૫ થી ૧૫૦ મણ જેટલા દ્યાસચારો અને પાણીની વ્યવસ્થા ગ્રામજનો દ્વારા કરી આપવામાં આવી છે ત્યારે બીજી તરફ સરકારે પણ દુષ્કાળગ્રસ્ત વિસ્તારના માલઢોર સાથે માલધારીને હિજરત ના કરવી પડે તે માટે સુચારૂ વ્યવસ્થા કરવી જોઈએ.

(11:45 am IST)