Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

ઉના પાસે ગેરકાયદે લાઇમસ્ટોન ભરી જતાં ૨ ટ્રેકટરો ઝડપાયાઃ ૧૮.૭૧ લાખનો મુદામાલ

ઉના, તા.૧૬: પોલીસે ગાંત્રડા ચેક પોસ્ટ પાસે બે ટ્રેકટર ટ્રોલીમાં લઇ જવાતો ગેરકાયદે લાઇમસ્ટોનનો જથ્થા સાથે ૬ શખ્સોને ૧૮ લાખ ૭૧ હજાર પ૦૦ મુદામાલ સાથે પકડી પાડી ખનીજ ચોરીનો ગુનો દાખલ કર્યો છે.ભાવનગર રોડ ઉપર ગાંત્રડા ચેક પોસ્ટ ઉપર ફરજ બજાવતા પોલીસ કર્મચારી ધીરૂભાઇ ચીથળભાઇએ બે ટ્રેકટર તથા ટ્રોલીમાં બિલ્ડીંગ લાઇમ સ્ટોન ભરેલ હોય રોકાવતાં રોયલ્ટી પાસ પરમીટ માંગતા ન બતાવતા મનુ ભીખા, ભીખા આહીર, હરસુર જાદવ, રામભાઇ પીઠાભાઇ આહીર, ભાયાભાઇ, કાળાભાઇ આહીર, યોગેશભાઇ પ્રેમજીભાઇ પરમાર, રાજુભાઇ કાનાભાઇ આહીર રે-નાઠેજ તા.ઉના વાળાને ગેરકાયદેસર પાસ પરમીટ રોયલ્ટી પાસ વગર બિલ્ડિીંગ લાઇમ સ્ટોન વહન કરતાં રૃા.૧૮ લાખ, ૭૧, પ૦૦નો મુદામાલ કબ્જે કરી ઉના લાવી ખનીજ ચોરી કર્યાનો ગુનો દાખલ કરી ધરપકડ કરી કોર્ટમાં રજુ કરેલ હતા. તપાસ પોલીસ જમાદાર ડોડીયા કરી રહ્યા છે.

(11:44 am IST)