Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

નાની મેંગણીમાં વાડીના કુવામાં ખોદકામ વખતે દીવાલ પડતા ઇકબાલભાઇ જોબનનુંમોત

રાજકોટ તા. ૧૬ :  કોટડા સાંગાણીના નાની મેંગણી પાસે વાડીના કુવામાં ખોદકામ કરતી વખતે દીવાલ માથે પડતા મુસ્લીમ યુવાનનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ નાની મેંગણી ગામમાં રહેતા ઇકબાલભાઇ ઇસાભાઇ નોબન (ઉ.વ.૩૪) પરમ દિવસે ગામ પાસે સરવડા હરીપરના ધીરૂભાઇ પટેલની વાડીના કુવામાં ખોદકામ કરતા હતા , ત્યારે કુવાની દિવાલ માથે પડતા તેને માથા તથા  શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે  રાજકોટની ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા. જયારે અન્ય એક મજુરને ઇજા થતા રાજકોટ ખસેડાયો હતો. આ બનાવ અંગે 'એ' ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. રાજેશભાઇ સોલંકી તથા રાઇટર કલ્પેશભાઇએ પ્રાથમીક કાગળો કરી કોટડા સાંગાણી મોકલવા તજવીજ હાથ ધરી છે. બે પુત્રી અને એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં માતમ છવાયો છે.

(11:42 am IST)
  • દિલ્હીમાં ફેરમતદાનનો આદેશ :ઓફિસરોની ભૂલને કારણે ચૂંટણી પંચનો નિર્ણંય :ચૂંટણીપંચે દિલ્હીના ચાંદની ચોકના એક બૂથમાં રી-પોલિંગ કરાવવા આદેશ કર્યો access_time 1:16 am IST

  • દરમિયાન જેનુ ઉડ્ડીયન થંભી ગયું છે તેમા જેટ એરવેઝમાં રોકાણ કરવા મુંબઇની ડાર્વીન ગ્રુપે માગણી રજુ કરી છે access_time 4:29 pm IST

  • નરેન્દ્રભાઇ આજે ચંદોલી ખાતેની રેલીમાં આકરા અંદાજમાં જોવા મળ્યા હતાઃ તેમણે કહયું કે ગત ચુંટણીમાં : ૮-૧૦-૨૦-૨૨ કે ૩૦-૩૫ બેઠકો મેળવનારાઓ આ દેશમાં વડાપ્રધાન બનવાના સપના જોઇ રહયા છેઃ પણ દેશ આખો એકી અવાજે કહી રહયો છે ' ફીર એક બાર મોદી સરકાર' access_time 4:32 pm IST