Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

રાજુલાઃ ટેન્ડર વિના રેસ્કયુ સેન્ટરના કામ અંગે તપાસ કરવા રજૂઆત

રાજુલા તા.૧૬: જાફરાબાદ પંથકમાં ટેન્ડર બહાર પાડયા વિના શરૂ કરેલ આધુનિક રેસ્કયુ સેન્ટરનું કામ અંગે તપાસ કરવા ગૌરક્ષા હિત રક્ષક મંચ અને ગૌચર પર્યાવરણ બચાવ ટ્રસ્ટ દ્વારા વન અને પર્યાવરણના એડીશનલ ચીફ સેક્રેટરી ગાંધીનગર તેમજ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ગાંધીનગરને રજૂઆત કરીને માગણી કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવેલ કે આ અંગે માહિતી અધિકાર કાયદા મુજબ માહીતી માંગેલ પરંતુ જવાબ આવેલ નથી. પ્રથમ અપીલ બાદ પણ જવાબ આપેલ નથી. ગ્રાન્ટના પૈસા, નિયમ મુજબ ટેન્ડર વગેરે બાબતે તપાસ કરવા માગણી કરવામાં આવી છે.

(11:42 am IST)
  • જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં એલઓસી નજીક બ્લાસ્ટ ;એક આર્મી જવાન ઘાયલ access_time 1:22 am IST

  • ચૂંટણી પંચની આકરી કાર્યવાહી બાદ મમતા બેનર્જી ધુંવાફુંવા :કહ્યું પીએમ નરેન્દ્રભાઈ મોદીને હટાવો;દેશ બહાર કાઢી મુકો :કોલકતામાં થયેલી હિંસાના વિરોધમાં પદયાત્રા કર્યા બાદ મમતાએ કહ્યું કે મોદીએ મારા બંગાળ અને બંગાળીયતનું અપમાન કર્યું :મમતાએ એવો પણ આરોપ લગાવ્યો કે અમિતભાઇ શાહના રોડ શોમાં 15 થી 20 કરોડનો ખર્ચ થયો access_time 1:18 am IST

  • નરેન્દ્રભાઇ આજે ચંદોલી ખાતેની રેલીમાં આકરા અંદાજમાં જોવા મળ્યા હતાઃ તેમણે કહયું કે ગત ચુંટણીમાં : ૮-૧૦-૨૦-૨૨ કે ૩૦-૩૫ બેઠકો મેળવનારાઓ આ દેશમાં વડાપ્રધાન બનવાના સપના જોઇ રહયા છેઃ પણ દેશ આખો એકી અવાજે કહી રહયો છે ' ફીર એક બાર મોદી સરકાર' access_time 4:32 pm IST