Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

જૂનાગઢ એસ.ટી. બસ સ્ટોપેથી વિસાવદર-બિલખા-મેંદરડાનું ઓનલાઇન રીઝર્વેશનનો પ્રારંભ

જૂનાગઢ, તા.૧૬: જુનાગઢ એસ.ટી. ડેપોનાં વિસાવદર/બીલખા અને મેંદરડા ખાતે મુસાફર જનતાની સગવડતા અને સુવિધા તેમજ આરામદાયક મુસાફરી થઇ શકે તે માટે ઓનલાઇન રિઝર્વેશન ચાલુ કરવામાં આવેલું છે જેમાં ગુજરાતના કોઇપણ જગ્યાએથી કોઇપણ જગ્યાએ જવા માટે કોઇપણ બસમાં જેવી એકસપ્રેસ/ગુર્જર નગરી/ સ્લીપર કોચ અને વોલ્વો વગેરે સર્વિસમાં ૬૦ દિવસ પહેલા એડવાન્સ ટિકિટ બુક કરીને આપની સીટ મેળવી આરામદાયક મુસાફરીનો લાભ મળી રહે તેવા શુભ હેતુથી ઓફિસ સમય દરમિયાન રિઝર્વેશનની વ્યવસ્થા કરવામાં આવેલી છે. મુસાફરોને ઓનલાઇન સેવાનો લાભ લેવા જૂનાગઢ એસ.ટી. ડેપોમેનેજર વી.બી. ડાંગરની યાદીમાં જણાવાયું છે.

(11:42 am IST)