Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

ભાવનગરમાં ૧૦૦ ગ્રામ ગાંજા સાથે મનન શાહની ધરપકડ

ભાવનગર તા. ૧૬: ભાવનગરમાંથી પોલીસે ગાંજાનાં જથ્થા સાથે એક નબીરાને ઝડપી લીધો હતો. ગાંજા અમદાવાદથી ભાવનગર આવ્યો હોવાનું ખુલવા પામ્યું છે.

મળતી વિગતો મુજબ ભાવનગર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પી.આઇ. બારોટ અને સ્ટાફે પૂર્વ બાતમીને આધારે એક ખાનગી લકઝરી બસમાં અમદાવાદથી આવેલ ગામનાં પાર્સલ લઇ પોતાનાં એકટીવા સ્કુટર ઉપર જઇ રહેલા શહેરનાં સરદારનગર પન્ના પાર્ક ફલેટમાં રહેતાં મનન વિરલભાઇ શાહ ઉ.વ. ૧૯ ને ૧૦૦ ગ્રામ ગાંજાનાં પેકેટ સાથે ઝડપી લઇ પુછપરછ કરતાં આ યુવાને આ ગાંજો અમદાવાદથી નારણ કેશાભાઇ સોલંકી એ મોકલ્યો હોવાનું જણાવતાં પોલીસે બન્ને વિરૂધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:40 am IST)