Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

મોટા દડવામાં સુરેશભાઇ પરમાર પર પાંચ શખ્સોનો લાકડી-પાઇપથી હુમલો

ભત્રીજો ધવલ યુવતિને ભગાડી ગયો હોઇ, તે બાબતનો ખાર રાખી હુમલો કર્યાની ફરીયાદ

રાજકોટ, તા. ૧૬ : આટકોટના મોટા દડવામાં ભત્રીજો યુવતીને ભગાડી ગયો હોઇ તે બાબતનો ખાર રાખી ચાર શખ્સોએ કાકા પર લાકડી-પાઇપથી હુમલો કરતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મોટા દડવાના વતની હાલ સુરત મોટા વરાછા સુદામા ચોકમાં અભિષેક એપાર્ટમેન્ટમાં બ્લોક નં. ર૦૪માં રહેતા સુરેશભાઇ દેવશીભાઇ પરમાર (ઉ.વ.૪પ) (લુહાર) મોટા દડવા ગામે આવ્યા હતાં અને પરમ દિવસે પોતાના ઘર પાસે હતાં ત્યારે તેનો ભત્રીજો ધવલ બે વર્ષ પહેલા હિતેશ પ્રભાતભાઇ ચાવડાની બહેનને ભગાડી ગયો હોઇ, તે બાબતનો ખાર રાખી યુવતીનો ભાઇ હિતેશ ચાવડા (ઉ.વ.ર૭, વિશાલ ધરમનભાઇ ચાવડા (ઉ.ર૧), રાહુલ પ્રભાતભાઇ ચાવડા (ઉ.વ.ર૦), જનક ધરમનભાઇ ચાવડા (ઉ.ર૪) (રહે. મોટા દડવા) ઘર પાસે આવી સુરેશભાઇ પરમાર સાથે ઝઘડો કરી લાકડી તથા પાઇપ વડે માર માર્યો હતો. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે સુરેશભાઇ પરમારે આટકોટ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ કે.પી. મેતાએ તપાસ આદરી છે.

(11:30 am IST)
  • તૈયાર થઇ ગયેલ મકાનો ઉપર ઉંચી માત્રાનો જીએસટી વસુલવામાં આવશેઃ સીબીઆઇની જાહેરાત access_time 4:28 pm IST

  • હવે વેકેશનમાં શિક્ષકોએ શાળામાં હાજર રહેવું પડશે: અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો પરિપત્ર :મુખ્ય શિક્ષક અથવા શિક્ષકને રહેવું પડશે હજારે :વિદ્યાર્થીઓના પ્રવેશ અને વિદ્યાર્થીની સંખ્યા વધારવા માટે સમિતિ દ્વારા લેવાયો નિર્ણંય : શિક્ષકોનું વેકેશન બગડે તેવા એંધાણ ;શિક્ષકોમાં ભારે કચવાટ ફેલાય તેવી શકયતા access_time 11:10 pm IST

  • ચૂંટણી પંચની આકરી કાર્યવાહી બાદ મમતા બેનર્જી ધુંવાફુંવા :કહ્યું પીએમ નરેન્દ્રભાઈ મોદીને હટાવો;દેશ બહાર કાઢી મુકો :કોલકતામાં થયેલી હિંસાના વિરોધમાં પદયાત્રા કર્યા બાદ મમતાએ કહ્યું કે મોદીએ મારા બંગાળ અને બંગાળીયતનું અપમાન કર્યું :મમતાએ એવો પણ આરોપ લગાવ્યો કે અમિતભાઇ શાહના રોડ શોમાં 15 થી 20 કરોડનો ખર્ચ થયો access_time 1:18 am IST