Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

અમરેલીમાં પાલિકા સામે કોંગ્રેસનો અનોખો વિરોધ :ભૂગર્ભ ગટરના ખાડાઓ પર ફૂલ અબીલ ગુલાલ સાથે મંત્રોચ્ચાર

રોડ રસ્તાની હાલત કફોડી :ભૂર્ગભ ગટર બાદ રસ્તાની ગ્રાન્ટમાં ભ્રષ્ટ્રાચારનો આરોપ

અમરેલી :નેતા વિપક્ષ પરેશ ધાનાણીના અમરેલીમાં ભૂગર્ભ ગટરને કારણે રોડ રસ્તોઓની હાલત કફોડી બની છે ભાજપ શાસિત પાલિકા સામે કોંગ્રેસના પાલિકાના ચૂંટયેલા સદસ્યો દ્વારા નવતર વિરોધ કરીને ભૂગર્ભ ગટરના ખાડાઓમાં ફૂલ અબીલ ગુલાલ સાથે સરકાર વિરુદ્ધ મંત્રોચ્ચાર કરાયા હતા

  છેલ્લા ચાર વર્ષથી ચાલતી ભુગર્ભ ગટરની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પણ ભૂગર્ભ ગટરને કારણે તૂટેલા રોડરસ્તાઓ માટે 10 કરોડની ગ્રાન્ટ આવી ગઈ છે પણ તંત્ર દ્વારા રોડ રસ્તાઓ બનવવાને બદલે થિંગડા મારવામાં આવ્યા છે તો મોટેભાગે તો ભૂગર્ભ ગટર બન્યા બાદ તૂટેલા રોડરાસ્તાઓની હાલ પણ એની એજ હાલત રહેતા કોંગ્રેસના પાલિકાના સદસ્યો દ્વારા તૂટેલા રોડરાસ્તાઓ પર ફૂલ, અબીલ ગુલાલ ઉડાડીને મંત્રોચ્ચારના ઝાપ સાથે સરકાર ને ભાજપ શાસિત પાલિકાને ભગવાન સદબુદ્ધિ આપે તેવા સુત્રોચાર કરવામાં આવ્યા હતાઅમરેલી પાલિકાના ચીફ ઓફિસરને પ્રજાને પડતી યાતનાઓ મુદ્દે આવેદનપત્ર આપીને કોંગી સદસ્યોએ ચીફ ઓફિસરને ખખડાવી નાખ્યા હતા

   અમરેલી શહેરમાં પડેલા ખાડાઓથી વાહન ચાલકો ત્રાહિમામ થઈ ગયા છે ચાર વર્ષથી કામગીરીનો અંત આવ્યો નથી કોંગી સદસ્યો દ્વારા નવતર વિરોધ કર્યો હતો 10 કરોડની મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડની રકમ મંજુર થઇ છે પણ મુખ્યમાર્ગો મરામત કરવાને બદલે થિંગડા મારીને ભષ્ટાચાર કરવાનો આરોપ પાલિકાના નેતા વિપક્ષે લગાવ્યો હતો ત્યારે પાલિકાના ચીફ ઓફિસરે મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા ફળવાયેલી 10 કરોડની ગ્રાન્ટ માર્ગ એન્ડ મકાન વિભાગને ફાળવી હોવાનું કહીને પાલિકા તંત્રની પોલ પર પરદો પાડી રહ્યાનું ફલિત થઈ રહ્યું છે

(11:18 pm IST)