Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

કચ્છનું કંડલા એરપોર્ટ અગનગોળોઃ ૪પ.૩ ડીગ્રીઃ ગાંધીનગર ૪૪: સુરેન્દ્રનગર ૪૩.૮, રાજકોટ ૪૩.પ, અમરેલી અને અમદાવાદ ૪૩.૨ ડીગ્રી તાપમાનઃ ધોરાજીના પીપળીયામાં અચાનક વાતાવરણમાં પલ્ટોઃ પવન સાથે વરસાદઃ રસ્તા ઉપર ૪ વૃક્ષ પડતા વાહન વ્યવહારને અસર

રાજકોટઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોમધખતો તાપ યથાવત છે. આજે રાજ્યમાં સૌથી વધુ ૪પ.૩ ડીગ્રી તાપમાન કચ્છના કંડલા એરપોર્ટનું રહ્યું હતું. જ્યારે ગાંધીનગરમાં ૪૪ ડીગ્રી તાપમાન નોંધાયુ હતું.

આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં ૪૩.૮, રાજકોટ ૪૩.પ, અમરેલી અને અમદાવાદમાં ૪૩.૨ ડીગ્રી તાપમાન નોંધાયુ હતું.

જ્યારે ઇડર ૪૨.૬, ભુજ ૪૧.૬, ભાવનગર ૩૯.૯ ડીગ્રી તાપમાન નોંધાયુ હતું.

આજે સાંજે ધોરાજીના પીપળીયા ગામમાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને કમોસમી વરસાદ સાથે વાવાઝોડુ ફુંકાયુ હતું અને ૪ વૃક્ષો રસ્તા ઉપર પડતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી.

(7:51 pm IST)