Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

આફ્રિકાના દારેસલામમાં શ્રીરામજી મંદિરે ભાગવત કથાનો પૂણ્યભીનો પ્રારંભઃ ભાવીકો ભાવવિભોર

અધિકમાસ અનુષ્ઠાન અંતર્ગત આખો મહિનો વિવિધ ધર્મભીના કાર્યક્રમો : પૂ.રમેશભાઇ ઓઝાના શિષ્ય શૈલેષભાઇ મહેતા વ્યાસાસનેઃ સમસ્ત લોહાણા મહાજન પરીવારનું ધર્મમય આયોજન

જુનાગઢ, તા., ૧૬: અધિક માસ અનુષ્ઠાન અંતર્ગત દારેસલામ ખાતે લોહાણા મહાજન સંચાલીત શ્રી રામ મંદિરમાં સાંદીની વિદ્યાનિકેતનના ઋષિકુમાર રમેશભાઇ ઓઝા (પૂ. ભાઇશ્રી)ના શિષ્ય અને કોલેજના પ્રોફેસર શૈલેષભાઇ મહેતાની શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ સાથે જ આજથી તા.૧૩ મી જન સુધી વિવિધ ધાર્મીક ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે. કથા શ્રી લોહાણા મહાજન સમસ્ત પરીવાર દ્વારા આયોજન કરવામાં આવેલ છે.

પૂ. રમેશભાઇ ઓજા(પુ. ભાઇશ્રી)ની નિશ્રા અને માર્ગદર્શન  તળે આફ્રિકાના દારે સલામ ખાતે સંજયભાઇ સુચકના મુખ્ય યજમાન પદે શ્રી રામ દરબાર મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં યોજવામાં આવેલ હતો. જે મંદિરની સેવા પૂ. ભાઇશ્રીએ પ્રો. શૈલેષભાઇ મહેતાને સોપેલ છે.

લોહાણા મહાજન પરીવાર દ્વારા મંદિર સહીતની વિવિધ સેવા પ્રવૃતિઓ સાથે સાથે ઉત્સવો પણ ઉત્સાહ અને ઉમંગભેર ઉજવીને વિદેશમાં પણ ભારતીય પરંપરાને જાળવીને જુની પેઢીને સાચી દીશા દર્શાવીને પ્રશંસનીય કાર્ય થઇ રહયું છે.

અત્રે નોંધનીય છે કે આજથી તા.૧૩ જુન સુધી અધિકમાસ છે ત્યારે શ્રી સમસ્ત લોહાણા પરીવારના યજમાનપદે ભાગવત કથા દરરોજ સવારે ૮.૩૦ થી ૧૦.૩૦ સુધી ગોરમાનું પુજન અને બપોર પછી ૪ થી પ.૩૦ સુધી કથાજ્ઞાન યજ્ઞ તેમજ અધિક માસ અનુષ્ઠાનમાં સુંદરકાંડના પાઠ, સમુહ સત્યનારાયણ  કથા સહીત વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ ઉત્સાહ સાથે ઉજવવામાં આવશે. ધર્મોત્સવને સફળ બનાવવા લોહાણા મહાજન પરીવાર જહેમતશીલ છે.

(4:00 pm IST)