Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

બાબરા પાસે કાર પલ્ટી મારી જતા વૃદ્ધ માતાનું મોતઃ ભાઈ-બહેન-ભાણેજ ઘવાયા

રાજકોટ કાંતા સ્ત્રી વિકાસ ગૃહના કર્મચારી કલ્પનાબેન ઝાલા પુત્રી સાથે પીયરે જઈ પરત આવતા અકસ્માતઃ ઈજાગ્રસ્તોને બાબરા ખસેડાયા

બાબરા, તા. ૧૬ :. શિક્ષક પરિવાર પોતાની બહેન, ભાણેજ અને વૃદ્ધ માતાને બપોર બાદ રાજકોટ મુકવા જતી વખતે ચાલક પુત્રે સ્ટીયરીંગ ઉપર કાબુ ગુમાવતા તાલુકાના કોટડાપીઠા નજીક ડીવાઈડર સાથે કાર અથડાયા બાદ ખાળીયામાં ઉતરી જવાથી વૃદ્ધાનું મોત થયુ હતું. ભાઈ-બહેન અને ભાણેજને ઈજા થવા પામી હતી.

રાજકોટ કાંતા સ્ત્રી વિકાસ ગૃહમાં સર્વિસ કરતા કલ્પનાબેન રાજેન્દ્રભાઈ ઝાલા તથા તેમની પુત્રી માનસીબેન રાજેન્દ્રભાઈ ઝાલા સાથે પીયરમાં આંટો મારવા આવ્યા બાદ આજે તેમના ભાઈ અનિલ રઘુપ્રસાદ સરવૈયા (શિક્ષક) તથા માતા સરલાબેન રઘુપ્રસાદ સરવૈયા પુત્રી ભાણેજને રાજકોટ મુકવા જતી વખતે વેગનઆર કાર નં. જીજે ૧૪ પી.ઈ. ૩૬૦૬ના ચાલક પુત્રે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલ્ટી મારી જતા માતા સરલાબેન સરવૈયા (ઉ.વ.૭૨)નું ઘટના સ્થળે મોત થવા પામેલુ, જ્યારે અન્યોને ઈજા થવા પામી હતી. તેઓને બાબરા સામુહીક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

(3:48 pm IST)