Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

ધોરાજી નગરપાલીકાના પ્રમુખ વિરૂધ્ધની અવિશ્વાસની દરખાસ્ત ઉપર હાઇકોર્ટનો સ્ટે

ધોરાજી, તા. ૧૬ :  ધોરાજી નગરપાલીકાના પ્રમુખ ડી. એલ. ભાષા વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવાના નિર્ણયને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો જેમાં હાઇકોર્ટના જસ્ટીસ એ.જે. શાસ્ત્રીએ અરજદાર ધોરાજી નગરપાલીકાના પ્રમુખ ડી. એલ. ભાષાને વચગાળાની રાહત આપતા તેમની વિરૂધ્ધની દરખાસ્ત સામે સ્ટે. ઓર્ડર આપી કેસની વધુ સુનાવણી અગામી દિવસો એટલ કે ૧૩ જુને રાખવા મજુર કરી છે.

આ સમગ્ર પ્રકરણમાં દામજીભાઇ એ એડવોકેટ સી.જે. ગોગદ મારફત હાઇકોર્ટ સમક્ષ સીટ પીટીશન કરી છે જેમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા છે કે ધોરાજી નગરપાલીકાની ચૂૂટણી ૧૯ ફેબ્રુઆરી-૧૮ રોજ યોજાઇ જેમાં વોર્ડ નં. ર માંથી દામજીભાઇ ભાષા ચૂંટાઇ આવ્યા હતા. ધોરાજી નગર પાલીકામાં કુલ નવા વોર્ડમાં સભ્યોને એમ ૩૬ સભ્યો છે. જેમાં પ્રમુખ પદનો હોદ્દો એસ.સી. માટે અનામત છે. કોંગ્રેસ દ્વારા મેન્ડેર આપવામાં આવતા રપ મી ફેબ્રુઆરીએ પાલીકાના ચૂંટાયેલા સભ્યો દામજીભાઇ પ્રમુખ પદે નિમણુંક કરી બાદમાં સમાયંતરે થતી બેઠકોમાં તમામ સભ્યો ઉપસ્થિત રહેતા હતા પાલીકામાં વિવિધ પેટા કમીટી બનાવામાં આવી જેથી તમામ કામકાજ યોગ્ય રીતે થાય આ સમય ગાળામાં અરજદાર પ્રમુખ સામે કે તેમની કાર્યવાહી કે વતણુંક સામે કોઇપણ પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત થયો ન હતો પરંતુ એકાએક સાતમી મે ૧૮ના રોજ એક સભ્યે લામજીભાઇ સામે અવિશ્વાસની દરખાસ્ત કરી જેમાં એવો આક્ષેપ કર્યો છે તેઓ મનસ્વી રીતે વર્તણુક કરી છે જે અવિશ્વાસની દરખાસ્ત તેમણે કલેકટર, મામલતદાર સહિત અન્યોને મોકલી આપેલ અને અરજદાર પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત ગેરકાયદેસર ઠેરવી રદ બાતલ કરવાનો આદેશ કરવો જોઇએ રિટમાં એવી દાદ માગવામાં આવી છે કે અરજદાર વિક્રમ અવિશ્વાસની દરખાસ્ત રદ બાતલ ઠેરવી જોઇએ અને તેને બંધારણના આર્ટીકલ ૧૪ અને ૧૬નો ભંગ કરતો હોવાનું ઠેરવામાં આવે ગુજરાત મ્યુનિસિપલટી એકટની જોગવાઇઓથી પણ વિપરીત ગણવામાં આવે છે. ધોરાજીનગર પાલીકાના પ્રમુખને આ પ્રક્રિયા થકી હોદ્દા પરથી દૂર  કરવાની કાર્યાવહી કરવા પ્રતિવાદીઓને અટકાવામાં આવે અને જાણવા મળતી વિગત મુજબ ગુજરાત હાઇકોર્ટ આ અરજીના આધારે આગામી તા. ૧૩/૬ સુધીનો સ્ટે આપતા હરીફ જુથમાં સોપો પડી ગયો છે અને હવે જોવાનું રહ્યું કે ૧૩/૬ એ શું થાય છે તેના ઉપર મીટ મંડાઇ છે.

(12:35 pm IST)