Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

ધોરાજીમાં ૧૯૮૦માં ૧ર બીટ ૧ર પોસ્ટમેન હતાઃ આજે શહેરનો વિસ્તાર વધુ થયો પણ પોસ્ટમેન માત્ર ૭...!!!

ધોરાજી, તા., ૧૬: પોસ્ટ ઓફીસમાં સ્ટાફ, પોસ્ટમેનના ઘટના કારણે સમયસર ટપાલ નહિ મળવાના કારણે લગ્ન સંબંધી વહેવારો તુટવા લાગ્યા છે. નોકરી ઇચ્છુક વિદ્યાર્થીઓનું ભાવી ઇન્ટરવ્યુ હોલ સમયસર ન મળવાના કારણે ભાવી અંધકારમય બનતું જાય છે અને કોર્ટ નોટીસ કોર્ટની તારીખ બાદ મળતા અસંતોષ જોવા મળે છે. આવા સમયે ૧૯૮૦માં ૧ર બીટમાં ૧ર પોસ્ટમેન હતા. જે આજે શહેરના વિસ્તારો વધતા ર૦ પોસ્ટમેન હોવા જોઇએ એના બદલે માત્ર ૭ છે. જેના કારણે ચેક પોસ્ટમેનને ડબલ કામગીરી કેવી રીતે વ્યવસ્થિત ટપાલનું વિતરણ થાય.

ધોરાજીના સામાજીક અગ્રણી કિશોરભાઇ રામો-રાજુભાઇ એરીયાએ જણાવેલ કે ધોરાજીની પોસ્ટઓફીસમાં અંધેરી નગરી અને ગંડુ રાજા જેવી સ્થિતિ ઉભી થઇ છે. પોસ્ટ ઓફીસમાં સરકાર નવી નવી યોજના આપી રહી છે પણ સ્ટાફ આપતી નથી તો કઇ રીતે પોસ્ટ ઓફીસનો પારદર્શક વહીવટ થાય !

૧૯૮૦માં ધોરાજી પોસ્ટ ઓફીસની હદમાં કુલ ૧ર બીટ બનાવવામાં આવેલ હતા અને દરેક બીટ ઉપર એક પોસ્ટમેન હતો અને ૧૨ બીટ ૧ર પોસ્ટમેન હતા અને તાત્કાલીક ટપાલની ડીલેવરી થતી હતી.

પરંતુ ૨૦૧૮માં ધોરાજી પ્રવેશતા ૩૮ વર્ષ પહેલા ૧ર પોસ્ટમેન હતા આજે ૩૮ વર્ષ બાદ ધોરાજી શહેરનો વિસ્તાર વધુ મોટો થયો તો પોસ્ટમેનની સંખ્યા ર૦ હોવી જોઇએ એના બદલે વધવાના બદલે આજે માત્ર ૭ છે. અને હજુ ૧ પોસ્ટમેન નિવૃત થઇ રહયા છે. ત્યારે માત્ર ૬ પોસ્ટમેનમાં ધોરાજી પોસ્ટ ઓફીસ ચાલશે.

એટલું જ નહી ધોરાજીના સ્ટેશન રોડ ઉપર પોસ્ટ ઓફીસની બ્રાંચ હતી એ પણ અચાનક બંધ કરવામાં આવેલ છે તેમજ વ્યવસ્થિત રીતે પોસ્ટ ઓફીસમાં સ્ટેમ્પ મળતા નથી અન્ય સુવિધામાં પણ મુશ્કેલી વેઠવી પડે છે.

જે પોસ્ટમેન છે એ માત્ર ૭ પોસ્ટમેન છે અને ડબલથી વધુ કામ બીટ આપવામાં આવે છે અને એમને વહેવારીક કામમાં રજા ઉપર જાઉ હોય તો તેવો જઇ શકતા નથી અને જો રજા મળે તો આખી બીટનો વહેવાર ઠપ્પ થઇ જાય છે અને સાયકલ લઇને સર્વિસ કરતા પોસ્ટમેનને વધારાનું ભથ્થુ કે ઓવરટાઇમ પણ આપવામાં આવતો નથી અને કાળઝાળ ગરમીમાં પોસ્ટમેન ડબલ કામગીરીથી માનસીક સંવેદના ભોગવી રહેલ છે. (૪.૨)

(12:34 pm IST)