Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

વંડાના લેખકને નારીરત્નોએ જીવન ચરિત્રો મોકલવા અનુરોધ

ગુજરાતની ૧૫૦ પ્રતિભાવંત નારી રત્નોનું પુસ્તક પ્રગટ થશે

અમરેલી તા.૧૫: જિલ્લા ગામ વંડા (તાલુકાઃ સાવરકુંડલા) ના કેળવણીકાર લેખક સુધીરભાઇ મહેતા (રાજય એવં રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષકશ્રી) ની કલમે ગુજરાતમાં વસતા એકસો નારી રત્નો-પ્રતિભાવંત બહેનોના પ્રેરણાદાયી જીવન ચરિત્રો આલેખતું પુસ્તક લેખકની બળુકી કલમે સાકાર થનાર છે.

ગુજરાતના નારી રત્નો કે જેમણે શૂન્યમાંથી સર્જન કરર્યુ હોય. સમાજસેવા, ધર્મ, શિક્ષણ, કુટુંબજીવન, સંઘર્ષ થકી ઉચ્ચ શિખરો સરકર્યા હોય, નોકરીમાં ઉચ્ચપદ, એવોર્ડ-સન્માન મળ્યા હોય, સ્ત્રી સશકિતકરણ, જીવન દિવાદાંડી બનેલ હોય, વકીલાત ડોકટર, અભ્યાસ, નાના માંથી મોટી હસ્તી બનેલ હોય, બીજા મહિલાઓને તેમનું જીવન પ્રેરણાભાથું અર્પતુ હોય આવા નારી રત્નોએ લેખક સુધીરભાઇ મહેતાને ત્રણ ફુલ સ્કેપ કાગળમાં એકજ બાજુ લખાણ કરીને પોતાના પાસપોર્ટ સાઇઝના ફોટા, નામ, સરનામું ફોનનંબર પોતાની સંમતિ(લેખ પ્રગટ કરવા અંગે) તા. ૨૫મી જુલાઇ-૨૦૧૮ સુધીમાં મુઃ સાવરકુંડલા લેખકઃ સુધીરભાઇ મહેતા, 'ભવસાગર' મંગલમ સોસાયટી, જેસર રોડ, મોબાઇલ નં. ૯૪૨૮૬ ૨૦૫૬૨. તાઃ સાવરકુંડલા, જિ. અમરેલી ને મોકલી આપવી

(11:50 am IST)