Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

હળવદના ગોલાસણ ગામે રાજકવિ લાંગીદાસજી મહોત્સવની ઉજવણી

હળવદઃ ગુજરાત રાજય સંગીત નાટય અકાદમી અને અખિલ ભારતીય ચારણ – ગઢવી સમાજ દ્વારા ગુજરાતના ત્રણ મધ્યકાલીન કવિરાજોના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે ઝાલાવાડ ના આંગણે રવિવાર ના રોજ હળવદ તાલુકા ના ગોલાસણ ગામે હળવદ સ્ટેટ ના રાજકવિ લાંગીદાસજી નો ત્રિ-શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મુખ્ય મહેમાન તરીકે ૪૭ ઝલ્લેશ્વર મહારાજા રાજ જયસિંહજી સાહેબ ઓફ હળવદ ધ્રાંગધરા ,નેક નામદાર ઠાકોર સાહેબ જયશિવસિંહજી ઓફ સાણંદ , સાંસદ પુરસોત્ત્।મ રૂપાલા સહિતના મહાનુભાવી ઉપસ્થિત રહ્યા હતા. આ ઐતિહાસિક પ્રસંગ નિમિતે ગઢવી સમાજ ના બાળ વય નો દીકરો હેત રાજેશ્વર મહેડું એ પોતાના થી પોતાના પૂર્વજો સુધીની ૨૩ પેઢીના નામ મૌખિક રીતે બોલીને ઉપસ્થિત તમામને મંત્ર્મુગ્ધ્ધ કરી દીધા હતા તો ધ્રાંગધ્રા રાજ બાવાએ હર્ષ અને ઉલ્લાસની લાગણી અનુભવીને પોતાની ગોલ્ડ પ્લેટેડ તલવાર ભેટમાં આપી હતી. તેમજ સાથે સાથે પદ્મશ્રી ભીખુદાન ગઢવી નું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તે પ્રસંગની તસ્વીર

(11:45 am IST)