Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

તળાજા દુષ્કર્મ આરોપી શિક્ષક ગિરીશ રાવલ અને મદદકર્તા નિલેશ ત્રણ દિવસથી લાપત્તા

તળજા ટયુશને આવતી છાત્રાનો શિક્ષક કેડો છોડતો ન હતો

ભાવનગર તા ૧૬ : તળાજા પોલીસ દફતરે નોંધાયેલ દુષ્કર્મની ફરીયાદને ત્રણ દિવસ થયા છે. પોલીસે આજે આરોપી શિક્ષકના તખતગઢ ઘેર જઇ સર્ચ કરેલ પરંતુ આરોપી શિક્ષક મળી આવેલ નથી. બીજી તરફ મેડીકલ ચેકઅપમાં દુષ્કર્મ આચાર્યાનું ખુલ્યુ છે.

તળાજાના મથાવડા પ્રા. શાળાના લંપટ શિક્ષક ગિરીશ રાવલએ ધો. ૮ ની વિદ્યાર્થીનીને પાઠય પુસ્તકના પાઠ ભણાવવાની સાથે સાથે પ્રેમલીલાનાપાઠ ભણાવવાની સાથે સાથે પ્રેમલીલાના પાઠ ભણાવીને પોતાની પ્રેમજાળમા઼ ફસાવી હતી.

 માત્ર ધો. ૮ માં અભ્યાસ કરતી દિકરી જેવડી ઉમરને એ રીતે પ્રેમાંધ બનાવી કે વિદ્યાર્થીનીને આપેલ મોબાઇલ ધમાલ પહેલા માવતરના હાથમાં આવી જતા શિક્ષક ગિરીશ રાવલનેસમજાવવા છતાં શિક્ષકની જાળમાંથી સગીરા છટકી ન શકી. ધમકી આપવામાં આવી હોય કે લાલચ પરંતુ સગીરા તળાજા ટયુશનમાં આવતી હોય તો પણ લંપટ ગુરૂ શિસ્યાનો કેડો છોડતો ન હતો.

વારંવાર શિસ્યાને મળવા આવતો અને ગત તા ૧૦ જન રોજ બાઇકપર શિસ્યા પાસે ખોટુ બોલાવી દવાખાને જવાનું ટયુશન કલાસના શિક્ષકને કહીને ફરવા લઇ ગયા બાદ બાળાના પિતાએ દુષ્કર્મ આચાર્યાની ફરીયાદ નોંધાઇ.

ફરીયાદના પગલે તળાજા પો.ઇ. લશ્કરી એ જણાવ્યુ હતુ કેઙ્ગઆરોપી ગિરીશના ઘેર તખતગઢ જઇ તપાસ હાથ ધરી હતી. જોકે બાળાને હવસનો શિકાર બનાવ્યા બાદ શિક્ષક ફરાર થઇ ગયો હોવાનું તપાસ અધિકારીએ જણાવ્યું હતું

પો.ઇ. લશ્કરીએ ઉમેર્યુ હતુ કે બાળાનું મેડીકલ ચેકઅપ કરવામાં આવેલ છે. દુષ્કર્મ આચાર્યાનું તપાસમાં ખુલવા પામેલ છે.

બીજી તરફ ફરીયાદના ચોથા દિવસે પણ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરનાર મુખ્ય આરોપી ગિરીશ રાવલ અને મદ્દદકર્તા નિલેશ પોલીસને હાથ ન લાગતા પોલીસની કામગીરી સામ ેસવાર્લો ઉદભવી રહયા છે.

(11:42 am IST)