Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

વેપારીઓ,વાહનધારકો પોતાના ધંધા રોજગારનો વિકાસ કરી શકશે

શેઠ ઇન્ફોકોન પ્રા.લી. ભાવનગર દ્વારા મોબાઇલ એપ''રોડર''લોન્ચ

ભાવનગર તા.૧૬: શેઠ ઇન્ફોકોન પ્રા લી કંપનીએ ભાવનગર થી પોતાની મોબાઇલ એપ ''RoadeR'' લોન્ચ કરી છે. આ ભાવનગરની પ્રથમ મોબાઇલ એપ છે, જે સમગ્ર દેશને આવરી લેશે.

''RoadeR'' વિષે માહિતી આપતા તેમના સી.ઇ.ઓ એ જણાવ્યું હતું કે ''RoadeR'' આવનારા સમય માટેનું કોમેર્શીયલ વાહનોના ફેરા ભાડે કરવા માટેનું ઓનલાઇન પ્લેટફોર્મ બની રહેશે. ઇન્ડિયા લેવલના ''RoadeR'' મોબાઇલ એપના લોન્ચ ને ભાવનગરનું ગૌરવ ગણાવતા ઊર્જિત દેસાઇએ વિસ્તારથી તેના ફાયદાઓ અને વિશેષતાઓ સમજાવ્યા હતા.

''RoadeR'' વેપારીઓ/કંપનીઓ અને વાહનધારકો/વાહનના ડ્રાઇવરોને પ્લેટફોર્મ પર આવીને કનેકટ થઇ, કોમેર્શીયલ વાહનો ભાડે કરવા માટેની અનેક સુવિધાઓ આપે છે. જેમકે માર્કેટ કરતા ૨૦ ટકા સસ્તો વીમો માલ સમાન માટે, વાહનોને જી.પી.આર.એસ.ટેકનોલોજીથી ટ્રેક કરવાની સગવડતા, રાતના કે રજાના દિવસે પણ ટ્રાંસિટ વીમો કે જે ઓનલાઇન અવેલેબલ નથી હોતો.મહત્વની વાત એ છે કે ''RoadeR'' પ્લેટફોર્મ પર આવીને એપ યુઝર ભાવ મેળવીને/ભરીને ફેરા નક્કી કરી શકે,''RoadeR'' ભાવ નક્કી કરવા માં કે સોદા પછીના આર્થિક વ્યવહારમાં કોઇ ભૂમિકા ભજવતું નથી.

''RoadeR'' એપથી વેપારીઓ દેશના કોઇ પણ સ્થળેથી કોઇ પણ ખૂણે પોતાના હોમ યા રોમિંગ લોકેશન પરથી માલ-સમાન વ્યાજબી ભાવે પહોંચતા કરી શકે છે. વાહન ધારકો /ડ્રાઇવરો/ટ્રાન્સપોર્ટરો પોતાના ધંધા રોજગારનો વિકાસ કરી શકે છે.

ખાસ વાત એ છે કે વાહનધારકો/ડ્રાઇવરો/ટ્રાન્સપોર્ટરો માટે લાઇફ ટાઇમ ફ્રી છે, જયારે વેપારીઓ પાસેથી ટોકન ચાર્જીસ જ લેવાશે, નહિ કે કમિશન.

આને કારણે વાહનધારકો/ડ્રાઇવરો પોતાના કોન્ટેકટ ન હોય તેવા દૂરના ફેરા કરી શકે અને વાહન શેડયુલિંગના કારણે વળતા ફેરા વિના કમિશન કરી શકે. તદઉપરાંત, પાર્ટ લોડિંગની તક ઘણી વધી જાય, અને ટ્રાંસિટ ફેરાને કારણે વાહનધારકો/ડ્રાઇવરોને ફેરા જલ્દી ઉપાડવા પ્રોત્સાહન રહે.

વેપારીઓ/ઉદ્યોગોને આને કારણે સમયસર માલ-સામાનના પરિવહન માટેના ફેરા મળી રહે અને પોતાના ધંધાની પહોંચ દેશના દૂર ના ખૂણા સુધી વ્યાજબી દરે હોવાથી, સારો માલ-સામાન બીજે વેચી શકે. ઉદ્યોગોને સારા સ્પેર પાટ્ર્સ ઓછા લેન્ડિંગ કોસ્ટે મળી શકે છે અને મેક ઇન ઇન્ડિયાને ગતિ મળે. ટ્રાન્પોર્ટરના રેટ કોન્ટ્રાકટ છૂટી જાય, તો બીજા ફેરા મળી શકે, વાહન વેચવા ન પડે.

આ બધા કારણોને લીધે નાના વેપારી અને ડ્રાઇવરો/વાહનધારકો હોઇ કે મોટા ટ્રાન્સપોર્ટરો, આ ''RoadeR'' એપ તમામને ફાયદાકારક છે. વેપારી/ઉદ્યોગો વેપારના વિકાસ કરી શકે, ડ્રાઇવરો/વાહનધારકો પોતાની આવક અને પહોંચ વધારે છે. જયારે ટ્રાન્સપોર્ટરો વોલ્યૂમ ગેમ રમીને અનેક ગણા ફેરા વધારી, વાહનો વધારી પોતાના ધંધાનો અને દેશનો વિકાસ કરી શકે છે અને તેમાં વધુ આવક પણ મળવાની જ છે.

''RoadeR'' એપ ઇનિશીઅલ લોન્ચ ફેઝમાં વેપારીઓ માટે પણ તદ્દન ફ્રી છે, તેનો લાભ ઉઠાવી, રજીસ્ટર થઇ, ''RoadeR''ને  વપરાશમાં લાવવાની ઊર્જિતભાઇએ વાત કરી હતી. તેમણે અંતમાં જણાવ્યું કે આ તો હજી શરૂઆત છે, ''RoadeR''માં આવા ઘણા ફીચર્સ આવશે.

''RoadeR'' ડાઉનલોડ કરી વાપરવા માટેની કોઇ પણ માહિતી મેળવવી હોય તો ૯૦૦૪૮ ૧૨૩૦૯ પર સંપર્ક કરી શકે છે. બીજા પ્રશ્નો હોય તો roadermobileapp@gmail.com પર પૂછી શકાય છે.

(11:42 am IST)