Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

પોરબંદરઃ માછીમારોને ડીઝલ ઉપર લીટર દીઠ વેટમાં રાહતને આવકાર

પોરબંદર, તા. ૧૬ :. માછીમાર બોટ એસોસીએશને મુખ્યમંત્રીને પત્ર પાઠવીને ડીઝલ વેટ રીફંડ અંગે માછીમારોના હિતમાં સૈધ્ધાંતિક નિર્ણય કરવા બદલ આભાર માન્યો છે.

ગત વર્ષ ૨૦૧૭ના મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા નવા નિયમોમાં એક પરિવારના રાશન કાર્ડ દીઠ એક વ્યકિતને ૧૧૦૦૦ લીટર વાર્ષિક રૂ. ૧૧૪૦૦૦ની મર્યાદામાં વેટ રીફંડ આપવાનાં નવા નિયમોમાં માછીમારોની ભારે નારાજગી હતી. તેમજ માછીમારી હેતુ માટે ખરીદવામાં આવતા ડીઝલના સસ્તા ભાવે ડીઝલ આપવાની યોજનામાં સહકારી મંડળીઓ તેમજ જી.એફ.સી.સી.એ અને આઈ.ઓ.સી. કંપની વચ્ચે થયેલ કરાર મુજબ લીટર રૂ. ૨.૨૮ની રાહત માછીમારોને આપવી તેવી યોજના બનેલ જે રકમ જીએફસીસીએ કે નાણા વિભાગમાં જમા કરવાને બદલે માછીમારોને ડીઝલ ખરીદી સમયે ચુકવવા માંગણી કરવામાં આવેલ હતી.

આ બાબતે અખીલ ગુજરાત માછીમાર મહામંડળ તેમજ પોરબંદર માછીમાર બોટ એસોસીએશન તેમજ ગુજરાત સમસ્ત ખારવા સમાજ તેમજ સમાજના આગેવાનો દ્વારા વારંવાર આપને તેમજ મત્સ્યોદ્યોગ વિભાગમાં પત્ર તેમજ રૂબરૂમાં રજુઆતોના અંતે ગુજરાતના માછીમારોના હિતને ધ્યાને લઈ અમારી માંગણી મુજબ ડીઝલ ખરીદતી ડીઝલ કાર્ડ ધરાવતી તમામ બોટોને ડીઝલ ખરીદીમાં લીટર રૂ. ૧૨ વેટ રીફંડ આપવાની સૈધ્ધાંતિક મંજુરી તેમજ આઈ.ઓ.સી. કંપની સાથે થયેલ કરારો મુજબ રૂ. ૨.૨૮ પૈસાની રાહત ડીઝલ ખરીદતા સમયે ડીઝલ પંપ ઉપરથી ચુકવવાની સૈધ્ધાંતિક નિર્ણયને આવકાર મળ્યો છે તેમ રજૂઆતમાં જણાવાયુ છે.

(11:41 am IST)