Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

ભુજમાં રખડતા ઢોરે આશાસ્પદ યુવાનનો ભોગ લીધો

ભુજ તા.૧૬: ગૌ પ્રેમી ગુજરાત સરકાર અને તેમની ભાજપ શાસિત ભુજ નગરપાલિકામાં રખડતા ઢોરોની સમસ્યાને ઉકેલવા તરફ કોઇ જ પ્રયત્નો હાથ ધરાતા નથી પરિણામે લોકોની મુશ્કેલી વધી રહી છે. ભુજના કોલેજ રોડ ઉપર રખડતા ઢોરે એક આશાસ્પદ યુવાનનો ભોગ લેતા લોકોમાં શોકની સાથે ભુજ નગરપાલિકા વિરૂધ્ધ આકોશ ફેલાયો છે. ૩૫ વર્ષીય વિક્રમસિંહ ચંદ્રસિંહ ચુડાસમા બાઇક ઉપર જઇ રહ્યા હતા ત્યારે મુખ્ય માર્ગ કોલેજ રોડ ઉપર એકા એક ગાય ઘસી આવતા ગાયને બચાવવા બ્રેક મારના બાઇક સ્લીપ થતા વિક્રમસિંહ રસ્તા ઉપરના ડીવાઇડર સાથે ભટકાતા માથામાં ગંભીર ઇજા થવાથી તેમનું મોત નીપજ્યુ હતું.

(11:40 am IST)