Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

ગોંડલ સરકારી દવાખાનામાં ૩ કોમ્પ્યુટર મોનીટર ચોરાયા

નદીના કુબામાં રહેતા એક શખ્સના ઘરમાંથી મળી આવ્યા

ગોંડલ, તા.૧૬: ગોંડલ સરકારી દવાખાને ગરીબ દર્દીઓની સેવા કરતી સંસ્થા શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઇ માધડે જણાવ્યું હતું કે ગતરોજ ગોંડલ સરકારી દવાખાનાના વહીવટીતંત્ર વિભાગમાંથી ૩ કોમ્પ્યુટર મોનીટરની ચોરી થવા પામી હતી પરંતુ ફરિયાદ કરવાની તસ્દી લેવામાં આવી ન હતી અને એકબીજા પર જવાબદારીનો દોષારોપણ કર્યું હતું, દરમ્યાનજ હોસ્પિટલ તંત્રના જાણકાર કર્મચારી દ્વારા ચોરી થયેલ કોમ્પ્યુટર હોસ્પીટલની સામે જ ગોંડલી નદીના પટમાં રહેતા એક શખ્સના કુબામાંથી શોધી લવાતા તંત્રે હાશકારો અનુભવ્યો હતો.

સરકારી હોસ્પિટલમાં ચોરીની ઘટના અંગે અધિક્ષક વાણવીએ જણાવ્યું હતું કે કોમ્પ્યુટર મોનિટરની ચોરીની જાણ થતાં જ પોલીસ તંત્રને જાણ કરાઇ હતી અને ગણતરીની કલાકોમાં જ ત્રણે મોનિટર સહિતનો મુદામાલ મળી આવતા પોલીસ ફરિયાદ કરવામાં આવેલ નથી.

(11:37 am IST)