Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

માળીયા મિયાણાના નાનાભેલામાં દિલીપ ચાવડા પર પાઇપ વડે હુમલો

ઘરે-ઘરે શૈચાલીયની યોજનાની સહાયના પૈસા મામલે ઉચ્ચ અધિકારીઓને કરેલી રજુઆતનો ખાર રાખી સરપંચ સહિતે મારમાર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૭ :માળીયા મિયાણાના નાનાભેલા ગામમાં ઘરે-ઘરે શૌચાલયની સરકારી યોજનાની સહાય લેવા માટે ગયેલા દલીત યુવાનને ત્રણ શખ્સોએ મારમારતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

મળતી વિગત મુજબ નાનાભેલા ગામમાં રહેતા દિલીપભાઇ રામજીભાઇ ચાવડા (ઉ.૩૦) એ સરકારની ઘરે-ઘરે શૌચાલયની યોજના હેઠળ પોતાના ઘરે શૌચાલય બનાવ્યુ હતું તેની સફાઇના રૂ.૧ર હજાર લેવા બાબતે તેણે ગામના સરપંચ લાલજી અરજણભાઇ ચાવડાને વાત કરતા તેણે ગલ્લા તલ્લા કરતા દિલીપ ચાવડાએ ઉચ્ચ અધીકારીને આ મામલે રજુઆત કરતા તે બાબતનો ખાર રાખી લાલજી ચાવડા તેનો ભાઇ જયેશ ચાવડા અને હેમીબેન લાલજી ચાવડાએ તા.૧૪/પ ના રોજ ઝઘડો કરી પાઇપ વડે હુમલો કરી ઇજા કરી હતી બાદ ગઇકાલે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો આ અંગે દિલીપ ચાવડાએ  માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવા તજવીજ હાથ ધરી છે.

(11:36 am IST)