Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

મોરબી જુના બસ સ્ટેશન નજીક ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો રસીદ ચૌહાણ ઝડપ્યો :અન્ય બે શખ્શોના નામ ખુલ્યા

 

મોરબી એલ.સી.બી ટીમે મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીકથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એકને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

    અંગેની વિગત મુજબ એલ.સી.બી. ટીમના સંજયભાઈ મૈયાડને મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક ક્રિકેટ મેચ પર સટ્ટો રમાતો હોવાની ખાનગી બાતમીના મળતા એલ.સી.બી. ટીમે દરોડો પાડતા જુના બસ સ્ટેન્ડ પાછળ આવેલ ગેબનશાહ પીરની દરગાહ નજીક મારુતિ પાન પાસે આઈ.પી.એલ. મેચ પર સટ્ટો રમતો રસીદ જુમાભાઈ ચૌહાણ રહે-સીપાઈવાસ વાળાને રોકડ રકમ ૨૮૦૦ તથા મોબાઈલ નંગ- કીમત ૧૫૦૦ના મળીને કુલ મુદામાલ .૪૩૦૦ સાથે ઝડપી પાડ્યો હતો તો તે ફોન પર આરીફ મુસ્તાક રાઠોડ રહે-વાવડી રોડ મૂળ-હળવદ અને આરીફબાપુ રહે-મોરબી વાળનું નામ ખુલતા તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

(10:10 pm IST)