Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

જખૌમાં ઝડપાયેલા ૮ પાકિસ્તાની ડ્રગ્સ કેરિયરો ૧૨ દિવસના રિમાન્ડ પર : એટીએસ કરશે પૂછપરછ

૩૦૦ કરોડનું ચરસ પંજાબ મોકલવા માટે જખૌમાં ડિલિવરી આપવાનું હતું, 'હાજી' નામના શખ્સની ભૂમિકા ચર્ચામાં

ભુજ : ભારતીય જળસીમામાં દ્વારકા એસઓજી, ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડના જોઇન્ટ ઓપરેશનથી ઝડપાયેલા ૩૦૦ કરોડના ડ્રગ્સ પ્રકરણમાં ૮ પાકિસ્તાનીઓને ભુજ કોર્ટમાં રજુ કરાયા હતા. જિલ્લા મુખ્ય સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ આ કેસ અંગે આપેલી વિગતો પ્રમાણે ભુજ કોર્ટે ૧૨ દિવસના રિમાન્ડ આપ્યા છે. હવે ગુજરાત એટીએસ આ પાકિસ્તાની આરોપીઓની પૂછપરછ કરશે. દરમ્યાન ૩૦ કિલો ચરસ પંજાબ મોકલવા માટે કોને ડિલિવરી આપવાની હતી તે અંગે સુરાગ મેળવવા તરફ તપાસનીશ એજન્સીઓએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તો, આ દરમ્યાન હાજી નામના શખ્સની ભૂમિકા પણ ચર્ચામાં છે.

(10:32 pm IST)
  • રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજાર કરતા વાપીના ઉદ્યોગપતિ અને ફર્નિચર શો રૂમનો માલિક વરુણકુંદ્રાઅને દમણના ફાર્મા કંપનીનો મેનેજર મનીષ સિંઘ ઝડપાયો: SOG પીએસઆઈ રાણાએ નક્લી ગ્રાહક બની ને રેમડેસિવિર ઇન નક્લી ગ્રાહક બનીને છકઠું ગોઠવી રેકેટ નો કર્યો પર્દાફાશ:. બંનેની ધરપકડ access_time 12:07 am IST

  • દેશમાં ચોમાસુ આ વર્ષે ૯%ની એવરેજથી નોર્મલ રહેશે : હવામાન ખાતુ ભારત સરકારના અર્થ ફાયન્સીઝ મંત્રાલયના સચિવ એમ.રાજીવને કહ્નાં છે કે દેશમાં આ વર્ષે નૈઋત્યનું ચોમાસુ નોર્મલ રહેશે. હવામાન ખાતાએ કહ્નાં છે કે લોગ પીરીયડ એવરેજ ૯૮%એ આ વર્ષે નોર્મલ ચોમાસુ રહેવાની સંભાવના છે access_time 12:15 pm IST

  • ભારત બાયોટેકના કોવેક્સિન રસીના નિર્માણ માટે કેન્દ્ર દ્વારા મહારાષ્ટ્રની હેફકીન સંસ્થાને મંજૂરી આપવામાં આવી છે : રસીના પ્રોડક્શનને વેગ મળશે access_time 11:47 pm IST