Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ સ્પીડ વધારી : નવા 135 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 80 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 74 કેસ ,જૂનાગઢ તાલુકામાં 7 કેસ, માળિયામાં 18 કેસ,ભેસાણમાં 10 કેસ, માંગરોળમાં 6 કેસ,કેશોદ . વંથલી અને માણાવદરમાં 5-5 કેસ ,વિસાવદરમાં 3 કેસ, મેંદરડામાં 2 કેસ નોંધાયા

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે, આજે કોરોનાના નવા  135 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 80 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 135 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 74 કેસ ,જૂનાગઢ તાલુકામાં 7 કેસ, માળિયામાં 18 કેસ,ભેસાણમાં 10 કેસ, માંગરોળમાં 6 કેસ,કેશોદ . વંથલી અને માણાવદરમાં 5-5 કેસ ,વિસાવદરમાં 3 કેસ, મેંદરડામાં 2 કેસ નોંધાયા  છે

(9:10 pm IST)