Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

ડો. ભરત બોઘરા દ્વારા જસદણમાં સો બેડની ઓકિસજન વ્યવસ્થા સાથેની હોસ્પિટલ કાલે શરૂ થશે : સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ,તા. ૧૬: પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ અને જસદણના પૂર્વ ધારાસભ્ય ડો.ભરતભાઇ બોદ્યરાએ જણાવ્યું હતું કે. કોવિદ સારવાર માટે ઓકિસજનની વ્યવસ્થા સાથેના એકસો બેડની વ્યવસ્થા જસદણ શહેરમાં આટકોટ રોડ ઉપર દેવશીભાઇ છાયાણીના હીરાના કારખાનામાં જયતા બાપુની જગ્યા પાસે યુદ્ઘના ધોરણે શરૂ કરવામાં આવી છે. જેનું ઉદ્ઘાટન તા. ૧૭ને શનિવારે સવારે ૧૦ કલાકે ગુજરાત ભાજપના પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે કરવામાં આવશે.

હોસ્પિટલમાં વીસ ડોકટર, ૪૦ નો નર્સિંગ સ્ટાફ, ફાર્મસીસ્ટ, વોર્ડ એટેન્ડન્ટ, સફાઈ કામદાર સહિતની ટીમ સતત કાર્યકર કાર્યરત રહેશે. કોઈ દર્દીને વધારે મુશ્કેલી હોય અને જસદણ થી રાજકોટ રિફર કરવાના થાય તો તેના માટે ઓકિસજનની વ્યવસ્થા સાથેની બે એમ્બ્યુલન્સ સતત હાજર રહેશે. જસદણનાં ડો. પંકજભાઈ કોટડીયાની આગેવાની હેઠળ ડો. દીપક રામાણી, ડો. ભારત ભેટારિયા, ડો. સરધારા, ડો. કેતન પટેલ, ડો. બડમલિયા, ડો.ભૂવા સહિતની ટીમ સારવાર કરશે. તમામ દર્દીઓને ઔષધિ યુકત ઉકાળો, ફ્રુટ, ચા પાણી નાસ્તો, બંને ટાઇમ સાત્વિક અને પૌષ્ટિક ભોજન, મિનરલ બોટલનું પાણી સહિતની વ્યવસ્થા તેમજ જરૂર પડ્યે લેબોરેટરી રીપોર્ટ, સીટી સ્કેન સહિતની તમામ વ્યવસ્થા વિનામૂલ્ય કરવામાં આવી છે. હોસ્પિટલમાં દરરોજ નવી બેડશીટ, સફાઇ સહિતની બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

ઉદ્ઘાટન સમારોહમાં રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, મંત્રી જયેશભાઈ રાદડીયા, કુંવરજીભાઈ બાવળીયા, જસદણ રાજવી સત્યજીતકુમાર ખાચર, જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા, મહામંત્રી મનસુખભાઈ રામાણી સહિતના લોકો ઉપસ્થિત રહેશે. મર્યાદિત સંખ્યા સાથે ઉદદ્યાટન સમારોહ રાખવામાં આવ્યો છે ડો. ભરતભાઇ બોઘરાએ વધુમાં જણાવ્યું હતું કે જસદણ વિસ્તારનું તેમના ઉપર રૂણ હોય તેને ધ્યાને લઇને તેમજ આ મહામારીમાં આ વિસ્તારના લોકોને ઓકિસજન સહિતની અદ્યતન મેડિકલ વ્યવસ્થા મળી રહે તે મારી નૈતિક ફરજ હોઇ તેના ભાગ રૂપે તેમના દ્વારા રૂપિયા એકાવન લાખના ખર્ચે આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ વગર રાજકારણથી દૂર રહીને માત્રને માત્ર માનવતાને ધ્યાને લઇને આ હોસ્પિટલ રૂપી સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં ઓકિસજનની પાઈપ લાઈન સાથેની દરેક બેડ ઉપર વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

(4:02 pm IST)
  • કેન્દ્ર સરકારની ઘોષણા : ઓક્સિજન સિલિન્ડરની ઘટને પહોંચી વળવા, દેશની 100 નવી હોસ્પિટલોને પોતાનો ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા PM Cares ફંડમાંથી ફંડ ફાળવવામાં આવશે access_time 11:18 pm IST

  • રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના ભયજનક સપાટીએ : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 698 અને ગ્રામ્યના 64 કેસ સાથે કુલ અધધધ 762 રેકર્ડબ્રેક નવા કોરોના ના કેસ નોંધાયા : લોકો ભયભીત access_time 7:41 pm IST

  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાના ભયાનક રોગચાળા દરમિયાન જીવનની પરવાહ વગર ફરજ આપી રહેલા તમામ કોરોના વોરીયર્સ ડોકટર્સ, પેરા મેડીકલ સ્ટાફ, નર્સીસનો વિજયભાઈ રૂપાણએ હૃદયપૂર્વક આભાર વ્યકત કર્યો છે access_time 1:21 pm IST