Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

ઉપલેટામાં રાજકોટ જિલ્લા ભાજપના પ્રયાસથી કોવિડ 19 શરૂ કરતા પ્રથમ દિવસે જ ફુલ : ઉપલેટા ભાયાવદર મોટી પાનેલી વિગેરે ગ્રામ્ય વિસ્તારમાં એક પણ કોલેજ હોસ્પિટલ હતી નહીં તમામ કરોના પોઝિટિવ દર્દીઓ ને ધોરાજી રાજકોટ જૂનાગઢ જવાની ફરજ પડતી હતી

રાજકોટ જિલ્લા ભાજપ ટીમ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલને રજૂઆત કરતા તાત્કાલિક અસરથી હોસ્પિટલ ની મંજૂરી આપી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી: ઉપલેટામાં રાજકોટ જિલ્લા ભાજપની ટિમ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઈ પટેલને રજૂઆત કરતા તાત્કાલિક અસરથી ઉપલેટા ખાતે covid 19 ની મંજૂરી આપવામાં આવી હતી અને પ્રથમ દિવસે શરૂ કરતા ફૂલ થઇ ગઇ હતી

પ્રાપ્ત માહિતી મુજબ ઉપલેટા ભાયાવદર મોટી પાનેલી વિગેરે ગ્રામ્ય વિસ્તારમાં એક પણ કરોના પોઝિટિવ તબીબી સારવાર માટે હોસ્પિટલ ન હતી જેને લીધે તમામ દર્દીઓ પરેશાન હતા અને ધોરાજી જુનાગઢ અને રાજકોટ સુધી ધક્કા ખાવા પડતા હતા જે બાબતે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા મહામંત્રી મનીષભાઈ ચાંગેલા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા મહામંત્રી મનસુખભાઈ રામાણી વિગેરે રાજકોટ જિલ્લાની ટીમ દ્વારા રાજકોટ જિલ્લામાં કોરોના નો કાળો કેર મચાવ્યો છે ત્યારે સેવાની ભાવનાથી સમગ્ર રાજકોટ જિલ્લાની નજર રાખી રહ્યા છે આવા સમયે ઉપલેટા ભાયાવદર અને મોટી પાનેલીમાં એક પણ covid હોસ્પિટલ હતી નહીં જેથી તાત્કાલિક આ વિસ્તારના લોકોને સારવાર મળે તે હેતુથી પ્રયાસ હાથ ધર્યા હતા

જે અંગે રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી મનીષભાઈ ચાંગેલા જણાવેલ કે હાલમાં કોરોના મહામારી ના સમયમાં અનેક પરીવારો પરેશાન થઈ ગયા છે આવા સમયે ઉપલેટા ભાયાવદર અને મોટી પાનેલી વિસ્તારના ગ્રામ્ય જનતા માટે એક પણ કોવિડ હોસ્પિટલ હતી નહીં અને કોરોના પોઝિટિવ દર્દીઓ તેમજ ઓક્સિજનનો પ્રોબ્લેમ વાળા દર્દીઓ પરેશાન થઈ ગયા હતા અને સતત રાજકોટ જિલ્લા ભાજપ ને આ પ્રકારના ફોન આવતા હતા જેથી આ વિસ્તારના દર્દીઓને તાત્કાલીક સારવાર મળે તે હેતુથી ઉપલેટા ખાતે તાત્કાલિક કોવિડ હોસ્પિટલ શરૂ થાય તે બાબતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ સાથે વાત કરતા તાત્કાલિક ધોરણે ઓક્સિજન સાથેની બેડ ધરાવતી હોસ્પિટલ ને મંજૂરી આપી હતી- 

 મંજૂરી આધારે પિયુષ કણસાગરા દ્વારા ભોવાન ગોકળ કન્યા છાત્રાલય ખાતે ઓક્સિજન સાથે Covid19 હોસ્પિટલ શરૂ ગઈકાલે કરવામાં આવી હતી અને પ્રથમ દિવસે જ તમામ બેડ ફુલ થઇ ગયા હતા આ સમયે ઉપલેટા કોવિડ હોસ્પિટલ શરૂ થાય તે બાબતે રાજકોટ જિલ્લા કલેકટર રમ્યા મોહન રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી તેમજ ડેપ્યુટી કલેકટર મિયાણી ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ તેમજ ઉપલેટા ભારતીય જનતા પાર્ટી ની ટીમ વિગેરે જહેમત ઉઠાવતા અને રાજકોટ જિલ્લા ભાજપની ટીમ તાત્કાલિક અસરથી રાજ્ય સરકારને ધ્યાન દોરતાં આજે આ વિસ્તારમાં કોલ સેન્ટર હોસ્પિટલ શરૂ થઈ ગઇ છે જેના કારણે આ વિસ્તારના લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે બાબતે રાહત થઇ છે. (તસવીર કિશોરભાઈ રાઠોડ)

(3:42 pm IST)