Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

ખંભાળિયામાં પરિણીતાને બ્લેકમેઇલ કરી બળાત્કાર

ખંભાળિયા તા. ૧૬: ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં રહેતી પરિણીતાને ગોવારવાડી ધરમપુરમાં રહેતો વશરામ જેઠા કછટીયા નામના શખ્સ બ્લેકમેઇલ કરી અવાર-નવાર બળાત્કાર ગુજારી કોઇને જાણ કરીશ તો સમાજમાં બદનામ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં બનાવ અંગે પરિણીતાની ફરીયાદ પરથી પોલીસે વશરામ કછઠીયા વિરૂધ્ધ આઇપીસી ૩૭૬, ૩૭૬(ર) સહિતની કલમ હેઠળ ગુનો નોંધી શખ્સની શોધખોળ હાથ ધરી છે.

કલ્યાણપુરના નગડીયા ગામે હુમલો

કલ્યાણપુરના ખીરસરા ગામે રહેતા જયેશભાઇ કેશુભાઇ ગોસાઇ (ઉ.વ. ૩ર) નામના યુવક ગઇકાલે નગડીયા ગામની સીમમાં જવાના રસ્તેથી પસાર થઇ રહ્યાં હતાં ત્યારે મેરામણ લાખા કુવડીયા, વજશી લાખા કુવડીયા, માલદે વશી કુવડીયા, રણમલ વજશી કુવડીયાએ લોખંડના પાવડાના હાથા વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં યુવકને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે યુવકની ફરીયાદ પરથી ચારેય શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી પોલીસે શોધખોળ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ફરીયાદી જયેશભાઇએ બે વર્ષ પહેલાં મેરામણ લાખા કુવડીયા પાસેથી નવગડીયા સીમ પાસે આવેલી સાત વિઘા જમીન લીધી હોય જે આરોપીઓને ગમતું ન હોવાથી હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(1:09 pm IST)
  • સુરતની હીરા બજાર શનિ અને રવિવારે સ્વયંભૂ બંધ સુરતમાં હીરા બજાર પણ આવતીકાલે શનિ અને રવિવાર બે દિવસ કોરોના મહામારી ના સંદર્ભે સ્વયંભૂ બંધ રાખવા સર્વાનુમતે નિર્ણય લેવાયાનું જાણવા મળે છે access_time 6:13 pm IST

  • મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહને પણ કોરોના વળગી ચૂકયો છે access_time 1:18 pm IST

  • કોરોના પેશન્ટ માટે ઓ નેગેટીવ પ્લાઝમા ડોનર જાઇઍ છે : જે કોઇ ડોનર આપી શકે તેમ હોય તેમને મો.નં. ૯૮૨૪૫ ૨૯૫૫૪ ઉપર પ્રવિણભાઇ ભટ્ટ (ભટ્ટજી)નો સંપર્ક સાધવા વિનંતી કરવામાં આવી છે. access_time 4:01 pm IST