Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

જામનગરના બેડના પાટીયા પાસે કાર પલ્ટી જતાં ચાલક યુવકનું મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૬: અહીં સુભાષ પાર્કમાં રહેતા અને બકાલાનો ધંધો કરતા ધર્મવીર પનીરામ મટીયાએ સિકકા પોલીસ મથકે જાહેર કરેલ છે કે, તા. ૧પ ના રોજ આ કામે મરણ જનાર સોમાભાઈ સનાભાઈ પટેલ રહે. મારૂ કંસારા હોલ પાછળવાળો પોતાની ઈકો કાર જી.જે.૧૯–એએ–૯પ૧૭ ખંભાળીયા થી શાકબકાલુ ભરી જામનગર આવતા હોય બેડ ગામના પાટીયા પાસે ઈકો કારનું ટાયર ફાટતા કાર પલ્ટી ખાઈ જતા જાહેર કરનારને સામાન્ય ઈજા તેમજ કાર ચાલક સોમાભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર બાદ તેમનું મૃત્યુ નિપજેલ છે.

વર્લીમટકાનો જુગાર રમતા ૩ ઝડપાયા

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનના એમ.જી.ખફીએ તા. ૧પ ના રોજ શંકરટેકરી નવી નિશાળ પાસેથી આ કામેના આરોપી સીકંદરશાહ નુરશાહ શાહમદાર, હરશન ફરીદખાન સેતા, પપ્પુ હશનભાઈ સેતાને રેઈડ દરમ્યાન વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરતા રોકડ રૂ. ર૧૩૦ સાથે ઝડપી પાડયા હતા.

ક્રિકેટ મેચનો જુગાર રમતો ઝડપાયો : એક નાશી ગયો

જામનગર : જામજોધપુર પોલીસ મથકના એ.બી.જાડેજાએ તા. ૧પ ના રોજ બસ સ્ટેન્ડની સામે આવેલ દુકાનના ઓટા ઉપર આ કામેના આરોપીઓ ધવલ ઉર્ફે કાનો કિશોરભાઈ ખાંટ જાતે પટેલ નામનો શખ્સ આઈપીએલ મેચની ચાલતી ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા મોબાઈલ કિંમત રૂ. ૧૦ હજાર તથા રોકડ રૂ. ૧ર૬પ મળી કુલ રૂ. ૧૧ર૬પ સાથે ઝડપી પાડયો હતો જયારે નસીબ કાંજીયા નાશી ગયો હતો.

જુગાર રમતા ૩ ઝડપાયા

સીટી સી ડિવિઝનના જે.આર.જાડેજાએ તા. ૧પ ના રોજ વામ્બે આવાસ સામે ગલીમાં જાહેરમાં જુગાર રમી રહેલા સામરા ઉર્ફે બાલો કારાભાઈ સઠીયા, માલાભાઈ દેવાભાઈ ગઢવી, લક્ષ્મણ મુળુભાઈ મકવાણાને રેઈડ દરમ્યાન રોકડ રૂ. ૩૦૮૦ સાથે ઝડપી પાડયા હતા.

વામ્બે આવાસમાં ૭ મહિલાઓ ઝડપાઈ

સીટી સી ડિવિઝનના આર.જી.શર્માએ તા. ૧પ ના રોજ વામ્બે આવાસ નવા ત્રણ માળીયામાં બ્લોક નં. ૧૧ ની નીચે જાહેરમાં જુગાર રમતી વર્ષાબા સી. પરમાર, પ્રશન્નાબા વિક્રમસિંહ જાડેજા, ગાયત્રીબેન ભરતભાઈ કોળી, પૂજાબેન દિપકભાઈ યાદવ, ઉલ્લાબા રાજેન્દ્રસિંહ ઝાલા, વિજુબા મનુભા ચુડાસમા, વર્ષાબેન ઈશનભાઈ પરમારને રેઈડ દરમ્યાન રોકડ રૂ. ૧૧૩પ૦ સાથે ઝડપી પાડી હતી.

સોની બજારમાં મેચનો જુગાર રમતા બે ઝડપાયા

જામનગર : સીટી એ ડિવિઝનના એસ.એન.રાઠોડએ તા. ૧પ ના રોજ ચાંદીબજાર બુગદામાં આવેલ શિતળા માતાજીના મંદિરવાળી ગલીમાં જાહેરમાં આ કામેનો આરોપીઓ ભનુભાઈ બાબુભાઈ દાવડા, હાર્દિક સોની ઉર્ફે ટકાબાપુને પોલીસે આઈપીએલ ટુર્નામેન્ટના મેચ ઉપર રનફેરનો જુગાર રમતા રોકડ રૂ. પ હજાર તથા મોબાઈલ કિંમત રૂ. પ હજાર મળી કુલ રૂ. ૧૦ હજારના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.

મોબાઈલ ફોન ઉપર ધમકી આપતા ફરીયાદ

અહીં સુભાષપાર્કમાં રહેતો અનીલ વિનોદભાઈ ભદ્રા ઉ.વ. ૩૧ એ સીટી એ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, તા. ૧૩ ના રોજ આ કામેનો આરોપી આરીફ જુમાભાઈ ખફી સામે ફરીયાદીને મોબાઈલ ફોન ઉપર જેમફાવે તેમ

ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરેલ છે.

જામજોધપુરમાં વાડીમાં જુગાર રમતા પ ઝડપાયા

જામનગર : એલ.સી.બી. શાખાના પી.બી.ખાચરએ તા. ૧પ ના રોજ જામજોધપુર ગીંગાણી રોડ ખારવા સીમમાં આવેલ આરોપી મુકેશ જેરામભાઈ કડીવાલની વાડીની ઓરડીમાં જુગાર રમી રહેલા મુકેશ જેરામભાઈ પટેલ, વિમલ મહેન્દ્રભાઈ જોષી, ભરત ગોવિંદભાઈ બકોરી, અશોક ધરમીભાઈ બકોરી, દેવેન્દ્ર મગનભાઈ ઘેટીયાને બોલાવી જુગાર રમી રમાડી નાલ ઉઘરાવતા રેઈડ દરમ્યાન રોકડ રૂ. પ૩૩૦૦ તથા મોટર સાયકલ–ર કિંમત રૂ. ૭૦ હજાર મળી કુલ રૂ. ૧,ર૩,૩૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.

જામજોધપુરમાં ક્રિકેટ મેચનો સટૃો રમાડતો એક શખ્સ ઝડપાયો

જામનગર : જામજોધપુર પોલીસ મથકના બી.એમ.જાડેજાએ તા. ૧પ ના રોજ જાહેરમાં ક્રિકેટમેચ ઉપર જુગા રમી રહેલા કિશન ભરતભાઈ સજાણીને મોબાઈલ ફોન તથા રોકડ રૂ. ર૯૪૦ મળી કુલ રૂ. ૧૧૯૪૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયો હતો જયારે નસીબ કાંજીયા નાશી ગયો હતો.

(1:08 pm IST)
  • કચ્છના ભચાઉ અને સામખીયાળી વચ્ચે અતિભારે વરસાદ અત્યારે સાંજે પડી રહ્યો છે. (કૌશલ સવજાણી, ખંભાળિયા) access_time 6:58 pm IST

  • વધી રહેલા કોરોના સંક્રમણ ના લીધે આજ(શુક્રવાર) સાંજથી સોમવારે 6 વાગ્યા સુધી હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં લોકડાઉન કરાશે access_time 7:16 pm IST

  • આજના મેચમાં પંજાબને હરાવી જીતના શ્રીગણેશ કરશે ચેન્નાઈ : ધોનીની ટીમ ચેન્નઈને પ્રથમ મેચમાં દિલ્હી સામે હારનો સામનો કરવો પડયો હતો. ચેન્નાઈ જીતના શ્રીગણેશ કરવા કમર કસશે. access_time 3:59 pm IST