Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

પોરબંદરમાં મહિલાની લૂંટના ઇરાદે હત્યા?

નોકરી કરતી મહિલા પાસેથી સોનાના-દાગીનાની અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવીને હત્યાની ચર્ચા

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર  તા. ૧૬ :.. શહેરમાં મહિલાની લૂંટના ઇરાદે હત્યા થયાની ચર્ચા ઉઠી છે પોલીસ દફતરે હજુ સુધી આ હત્યાની નોંધ થઇ નથી પોલીસ આ દિશામાં તપાસ કરી રહ્યાનું બહાર આવેલ છે.

શહેરમાં થતી ચર્ચા મુજબ એક નોકરી કરતી મહિલા પાસે સોનાના દાગીનાની લૂંટ કરવા અજાણ્યા શખ્સો આવેલ અને ઝપાઝપી બાદ મહિલાની તીક્ષ્ણ હથિયારો વડે હત્યા કરી અજાણ્યા શખ્સો નાસી ગયેલ. મહિલાની હત્યા અંગે પોલીસ ચોકકસ વિસ્તારના સીસીટીવી કેમેરાના ફુટેજથી મદદથી તપાસ કરી રહેલ છે. પરંતુ હજુ હત્યાની  હકિકત બહાર આવી નથી અને હજુ સુધી પોલીસ દફતરે નોંધ થઇ નથી. એવી પણ ચર્ચા છે કે હત્યા થયેલ મહિલાના પરિવારજનો વિદેશમાં વસવાટ કરે છે.

(1:01 pm IST)