Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

સાવરકુંડલાના ભમોદ્રા રસ્તા ઉપર જુગાર રમતા ૫ ઝડપાયા

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા. ૧૬: અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયએ જીલ્લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના કરેલ હોય જે અન્વયે  કે.જે. ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગના માર્ગદર્શન અન્વયે ગઇકાલ તા. ૧૪/૦૪/૨૦૨૧ ના મોડી રાત્રીના સાવરકુંડલા રૂરલ પો.સ્ટે., વિસ્તારમાં સાવરકુંડલા - નાના ભમોદ્રા ગામ જવાના રસ્તે જેન્તીભાઇ કેશુભાઈ પાથર રહે. સાવરકુંડલા વાળાની વાડીની પાછળ આવેલ નેરાં કાંઠે જાહેરમાં અમુક ઈસમો હાથબતીના અજવાળે ગંજીપત્ત્।ાના પાના તથા પૈસાથી તીન પત્ત્।ીનો હારજીતનો જુગાર રમે છે. તેવી બાતમી આધારે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ . એ.પી.ડોડીયાએ પોલીસ સ્ટાફ સાથે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા પાંચ ઇસમો રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે પકડી પાડેલ હોય જે તમામ સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે

પોલીસે ભીખુભાઈ જયંતીભાઈ પાથર ઉ.વ.૨૮ ધંધો. ખેતી રહે. સાવરકુંડલા ઠે. હાથસણી રોડ, નાગનાથ સોસાયટી પાછળ તા.સા.કુંડલા જી.અમરેલી ભાવેશભાઈ નટવરલાલ વંડરા ઉ.વ. ૪૪ ધંધો. ડ્રાઈવિંગ રહે. સાવરકુંડલા ઠે. હાથસણી રોડ, ઉતાવળા હનુમાન ખાંચામાં તા.સા.કુંડલા જી.અમરેલી જયસુખભાઇ નનુભાઇ પથર ઉ.વ.૨૭ ધંધો.હીરાનો રહે. સા.કુંડલા, મોમાઈ માતાજીના મંદિર પાછળ તા.સા.કુંડલા જી.અમરેલી પરેશભાઈ ધીરૂભાઈ ડાભી ઉ.વ. ૩૨ ધંધો. મજુરી રહે. સા.કુંડલા, હાથસણી રોડ, સ્મશાન પાસે તા.સા.કુંડલા જી.અમરેલી, સાગરભાઈ પ્રવીણભાઈ ભાલીયા ઉ.વ.૨૧ ધંધો. મજુરી રહે. સા.કુંડલા, હાથસણી રોડ, પટેલ છાત્રાલય પાછળ તા.સા.કુંડલા જી.અમરેલી રોકડ કુલ રૂપીયા ૧૫,૬૫૦/- તથા એક હાથબતી કિં.રૂ. ૫૦/- તથા ગંજી પતાના પાના નંગ- ૫૨ કિં.રૂ. ૦૦/૦૦ મળી કુલ રૂ. ૧૫,૭૦૦/- નો મુદામાલ

આ કામગીરી સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ. એ.પી.ડોડીયા સાહેબ તથા હેડ કોન્સ. રમેશભાઈ મારુ તથા હેડ કોન્સ. યુવરાજભાઈ વનરા તથા પો.કોન્સ. હિરેનભાઈ વેગડા તથા પો.કોન્સ. કિશનભાઇ આસોદરિયા દ્વારા કરવામાં આવેલ છે.

(12:55 pm IST)