Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

કોડીનારના કાજ ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદે જીંગા ઉછેર કેન્દ્રના તળાવો દુર કરવાના મામલે હાઇકોર્ટમાં રીટ

કોડીનાર તા. ૧૬ :.. કોડીનાર તાલુકાના કાજ ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદે જીંગા ઉછેર કેન્દ્રના તળાવો દુર કરવા માટે કાજ ગામના અરજદાર અમરશીભાઇ પરમારની માગણી અંગે સરકારી તંત્રની જવાબદારી નકકી કરવાની એકબીજાની ખો આપવાની પધ્ધતી સામે ગુજરાત હાઇકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવી હતી અને જેમાં જીલ્લા વિકાસ અધિકારીએ સોગંદનામુ કરી એવુ જણાવ્યું છે કે, જુનુ ગૌચર જે ગ્રામ પંચાયતની જવાબદારી આવે છે તેનાથી દબાણ દૂર થયેલ છે પણ જે નવુ ગૌચર જામ થયુ છે. તેનો કબ્જો ગ્રામ પંચાયતને નહી સોંપાતા આ ગૌચર ઉપર થયેલા જીંગાના તળાવોના દબાણ દુર કરવાની જવાબદારી મહેસુલ તંત્રની થાય છે.

છેલ્લા ત્રણ વર્ષથી કોર્ટમાં ચાલતી આ કામગીરીની હજુ વધુ સુનાવણી બાકી છે ત્યારે અરજદારને કાજ ગ્રામ પંચાયતના ગૌચર ઉપરના દબાણો દુર કરવા માટે કેટ કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને ગૌચર ઉપર દબાણ કરનાર ઉપર સરકારના કેટલા હાથ છે તે સાબીત થાય છે. ત્યારે આ કાંડમાં સરકારના રેવન્યુ ખાતુ, મત્સોદ્યોગ ખાતુ પીજીવીસીએલ ખાતુ વન ખાતુ પોલ્યુસન કંટ્રોલ બોર્ડ સહિતના અનેક વિભાગના અધિકારીઓ હવે પોતાની જવાબદારી માંથી  છટકવા માટેના અને એક બીજા ઉપર ખો આપવા હવાતીયા મારી રહ્યા છે.

શું છે હકિકત

કોડીનાર તાલુકાને ફરતો વિશાળ દરિયાકાંઠો આવેલો છે દરિયાકાંઠા વિસ્તારની ફળદ્રપ જમીનમાં દરિયાની ખારાશ આગળ વધતા બગડતી જતી આ જમીન સુધરે તે માટે રાજય-કેન્દ્ર અને વલ્ડબેંકની સંયુકત ગ્રાન્ટમાંથી અંદાજે રૂ. ર૧૦૦ કરોડના ખર્ચે પાંચ પીપળવા ભરતી નિયંત્રણ, સોડમ બંધારા ડેમ, યોજના પી.પી.ટી.આર. રેડીયલ કેનાલ યોજના ચાલુક રી હતી. પરિણામે ભૂર્ગભ જળ સુધારણા યોજનાના આ આયોજનથી ૭૦૦૦ હેકટરની વધુ જમીન ને લાભ મળ્યો હતો અને કાંઠા વિસ્તારની જમીનમાં ક્ષારનું પ્રમાણ ઓછુ થવા લાગ્યું હતુ પરંતુ છેલ્લા એક દાયકાથી કેટલાક જમીન માફીઆઓની નજર કાંઠા વિસ્તારની જમીન ઉપર પડી હતી અને તાલુકાના વેલણ તથા કાજ ગામની ખાનગી -સરકારી પડતર અને ગૌચરની જમીનો ઉપર બેફામ દબાણો કરી વિશાળ સંખ્યાબંધ તળાવો બનાવી તેમાં દરિયાનું ખારૂ પાણી ભરીને જીંગા ઉછેતર કેન્દ્ર ચાલુ કર્યા હતા.

આ બાબતે આસપાસના ગામના લોકો દ્વારા અવારનવાર રજુઆતો-ધરણા વિરોધ સહિતના કાર્યક્રમો કર્યા હતા આમ છતાં આ માફીઆઓને તેમના ગાંધીનગર બેસેલા આકાઓના ચાર હાથ હોવાથી વાળ પણ વાકો થતો ન હતો છેવટે કાજ ગામના અમરશીભાઇ પરમારે ગૌચરના મુદ્દે હાઇકોર્ટમાં રીટ દાખલ કરતા તંત્રના પગ હેઠળ રેલો આવ્યો હતો અને પોતપોતાની જવાબદારીમાંથી છટકવા માટે હવાતીયા મારવા ચાલુ કર્યા હતા.  ક્રીસરીઝ વિભાગે આવી પ્રવૃતિ માટે કોઇ પરમીશન નહીં આપી હોવાનું તેમજ આ પ્રવૃતિ માલીકીની જમીનમાં કે સરકારી જમીનમાં ચાલે છે તે માપણી થાય તો જાણી શકાય તેવુ મંતવ્ય રજુ કર્યું હતું.

આ બાબતને પણ ઘણો સમય થવા છતા માપણી કાર્ય થયુ નથી તો ગૌચર ઉપરના દબાણો દૂર કરવાની જવાબદારી ગ્રામ પંચાયતની થાય છે. તેમ કહી જીલ્લા વિકાસ અધિકારી જવાબદારી માથી છટકી જાય છે. ત્યારે ગ્રામ પંચાયતે તો તેમના જુના ગૌચરના સર્વે નં. ૨૮૧/૧ માંથી દબાણ દૂર કર્યું છે. પરંતુ તેમણે તેમના પશુધનના પ્રમાણમાં માંગણી કરેલ ગૌચરની જમીન નહી ફાળવીને અન્ય સર્વે નંબરમાં ફાળવેલા ગૌચરનો કબ્જો કે માપણી નહી કરીને પંચાયતને આ ગૌચર સોંપ્યુ નથી તો પંચાયત પણ કેવી રીતે આ ગૌચરમાંથી દબાણ દૂર કરે ત્યારે હાઇકોર્ટમાં જીલ્લા વિકાસ અધિકારીએ કરેલ સોગદનામામાં આ વાત સ્વીકારીને આ ગૌચર ઉપરનું દબાણ દૂર કરવા મહેસુલ તંત્રએ કામગીરી દૂર કરવા સ્વીકાર્યું છે.

આ બાબતે કોર્ટનો નિર્ણય જ્યારે આવે ત્યારે હાલ તો આ વિસ્તારમાં જીંગા ઉછેર કેન્દ્રના વિશાળ સંખ્યા બંધ તળાવોને કારણે સરકારની ક્ષારઅંકુશ નિયંત્રણ યોજનાના કરોડો રૂ. પાણીમાં જવા ઉપરાંત નાના ખેડૂતોની હજારો એકટર જમીન ફરી બરબાદ થઇ રહી છે ત્યારે કોડીનારના દરિયા કાંઠા ઉપરના ગેરકાયદે જીંગ ઉછેર કેન્દ્રનાા તળાવો તાત્કાલીક દૂર થાય તેવી માંગણી છે.

(11:59 am IST)
  • જીજ્ઞેશ મેવાણીને કોરોના પોઝીટીવ : વડગામના ધારાસભ્ય શ્રી જીજ્ઞેશ મેવાણી કોરોનાથી સંક્રમિત થયાનું તેમણે પોતે ટ્વીટ કરીને જણાવ્યુ છે : હાલ તેમની તબિયત સ્ટેબલ હોવાનું જાણવા મળે છે access_time 2:35 pm IST

  • કુંભ મેળો આવતીકાલથી બંધ થશે તે પહેલા ત્રણેક હજાર લોકોને કોરોના વળગી ચૂકયો છે : સંખ્યાબંધ અખાડાઓ બંધ કરી ટેન્ટ ઉખેડવા લાગ્યા છે : ગંગા નદીમાં લાખો લોકોએ સ્નાન કરતા કોરોના પ્રદૂષણ મહાભયાનક સ્વરૂપ લ્યે તેવી ચિંતા વ્યકત થઈ રહી છે access_time 1:20 pm IST

  • ગુજરાત યુનિવર્સિટીમાં ૧૦ લોકો કોરોના ગ્રસ્ત : ઉપકુલપતિ હોમ આઈસોલેટ : ગુજરાત યુનિવર્સિટીમાં સ્ટાફના ૧૦ લોકોને કોરોના પોઝીટીવ આવ્યો છે જેમા યુનિવર્સિટીના રજીસ્ટારને પણ કોરોના વળગ્યો છેઃ ઉપકુલપતિ શ્રી જગદીશ ભાવસાર પણ હોમ આઈસોલેટ થયા છે access_time 2:36 pm IST