Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

થાનગઢમાંથી અડધા કરોડની આંગડીયા લૂંટ

કર્મચારી વિરલ ગાંધી શેરીમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ૩ અજાણ્યા શખ્સો થેલો ઝૂંટવીને નાસી છૂટયાઃ સીસીટીવી ફુટેજના આધારે તપાસનો ધમધમાટ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૬ :. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાંથી રૂ. ૫૦ લાખની આંગડીયા લૂંટ થતા સનસનાટી મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ થાનગઢના મહાલક્ષ્મી શેરીમાં રહેતા આંગડીયા કર્મચારી વિરલ હસમુખભાઈ ગાંધી પોતાના ઘરેથી રૂ. ૫૦ લાખ થેલામાં લઈને એકટીવા મોટર સાયકલ ઉપર નિકળ્યા હતા અને આંગડીયા પેઢી તરફ જતા હતા ત્યારે ડો. રાણાના દવાખાનાવાળી ગલીમાં ૩ શખ્સો તેને સામા મળ્યા હતા અને કર્મચારી વિરલ ગાંધીના મોઢા ઉપર મરચાની ભૂકી છાંટીને ઝપાઝપી કરીને આ ત્રણેય શખ્સો રૂ. ૫૦ લાખનો થેલો લઈને મોટર સાયકલ ઉપર નાસી છૂટયા હતા.

આ બનાવ અંગે ભરતભાઈ ધીરજલાલ દવેએ થાનગઢ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. જેથી સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી, એસઓજી સહિતની પોલીસ ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

લૂંટ કરીને નાસી છૂટેલા ૩ શખ્સો સીસીટીવી ફુટેજમા જોવા મળ્યા છે જેના આધારે પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. આ ત્રણેય શખ્સો મધ્યમ બાંધાના છે. જેમા એક વ્યકિતએ લાલ કલરનું ટીશર્ટ અને કાળા કલરનું નાઈટ પેન્ટ પહેરેલ છે. ત્રણેય વ્યકિતઓ મોઢે લૂંગી જેવુ કપડુ બાંધ્યુ છે અને નંબર પ્લેટ વગરના મોટર સાયકલ પર નાસી છૂટયા હતા.

થાનગઢના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત આટલી મોટી આંગડીયાની લૂંટ થયાનો પ્રથમ બનાવ બન્યો હોવાનું જા ણવા મળ્યુ છે. આ બનાવ અંગે થાનગઢ પોલીસે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના થાન ગામ ખાતે વહેલી સવારના આંગડિયા પેઢીમાં લૂંટની ઘટના સામે આવી રહી છે ત્યારે હાલમાં પોલીસ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી છે ત્યારે જિલ્લા પોલીસની ગુના શોધક શાખા ઓપણ થાન ખાતે પહોંચી છે ત્યારે હાલમાં લૂંટની ઘટના માં કેટલાક શખ્સો હતા કોણ હતા કયાંના હતા તેમજ કોઈ જાણભેદુ હોવાની પણ આશંકા સેવાઈ રહી છે.

(12:21 pm IST)