Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

પડધરી- ભાડલા- ઉપલેટા- કાલાવડમાં સ્વૈચ્છીક લોકડાઉન

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના મહામારી વધતા સર્વત્ર કોવીડ ગાઇડ લાઇનનું પાલન કરવા અપીલ

પ્રથમ, બીજી અને ત્રીજી તસ્વીરમાં પડધરી સ્વયંભુ બંધ તથા ચોથી તસ્વીરમાં ઉપલેટાની બજારો બંધ નજરે પડે છે. (તસ્વીરઃ મનમોહન બગડાઇ-પડધરી, કૃષ્ણકાંત ચોટાઇ-ઉપલેટા)

રાજકોટ, તા., ૧૬: રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના મહામારી સામે સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય કરાયો છે અને જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારોમાં બંધ પાળીને કોવીડ ગાઇડ લાઇનનું પાલન કરવામાં આવી રહયું છે.

પડધરી, ભાડલા, ઉપલેટા, કાલાવડ સહીતના અનેક જીલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉનનો અમલ થઇ રહયો છે.

પડધરી

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરીઃ ગુજરાતમાં ખુબ જ ઝડપભેર આગળ વધી રહેલ કોરોના સંક્રમણ અટકાવવા માટે પડધરી ખાતે તા.૧પ-૪-ર૦ર૧થી તા.૩૦-૪-ર૦ર૧ સુધી બપોરના ર વાગ્યા પછી પડધરીમાં સ્વૈચ્છીક સંપુર્ણ લોકડાઉન ગામ સમસ્ત લેવાયેલા નિર્ણયને જબર પ્રતિસાદ મળેલ છે. પડધરી સ્વૈચ્છીક સંપુર્ણ બંધ પાળેલ છે.

કાલાવડ

(કમલેશ આશરા દ્વારા) કાલાવડઃ કોરોનાની મહામારીને ધ્યાને લઇને નગર પાલીકાના પ્રમુખ અજમલભાઇ ગઢવીના પ્રમુખ સ્થાને કાલાવડ શહરેના તમામ વેપારીની મીટીંગ મળેલ હતી. જેમાં શુક્રવાર, શનીવાર અને રવીવાર તા.૧૬, ૧૭ અને ૧૮ એપ્રીલ સુધી સવારે ૭ થી ર વાગ્યા સુધી વેપાર-ધંધા ચાલુ રાખશે. બપોરે ર વાગ્યાથી વેપાર-ધંધા બંધ રાખવા સહમતીથી નિર્ણય લેવાયો છે.

આ મીટીંગ શહેરના અગણ્ય કાર્યકરો અને તમામ વેપારી અગ્રગણ્યો હાજર રહી કોરોના સંક્રમણની લાઇન તોડવા બપોરે ર વાગ્યા પછી વેપાર-ધંધા રાખવા સહમતીથી નિર્ણય લીધો છે. આ મહામારીના રોગને સંક્રમણ તોડવા દરેક પ્રજાજનોને સહયોગ આપવા અપીલ કરવામાં આવેલ છે.

(11:15 am IST)