Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

મોરબીમાં કોરોના મહામારીને પગલે વકીલો તા. ૩૦ સુધી કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે

મોરબી,તા. ૧૨:  બાર એસોના પ્રમુખ દિલીપભાઈ અગેચણીયાની યાદી જણાવે છે કે કોરોના સંક્રમણ વધતું હોય જેથી મોરબી બાર એસો દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે જેમાં જણાવ્યું છે કે કોરોના સ્થિતિ કાબુ બહાર જતી રહી હોય જેથી તા. ૧૬ થી ૩૦ એપ્રિલ સુધી દરેક વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે.

વકીલોને વિનંતી કરવામાં આવી છે જે બિન જરૂરી પક્ષકારોને ન બોલાવવા તેમજ અરજન્ટ કામગીરી સિવાય બીજા કાર્યોથી અળગા રહી કોર્ટ કામકાજ પૂરું કરી કોર્ટ કેમ્પસ છોડી દેવું તેમજ નામ. કોર્ટને પણ વિનંતી કરી છે કે તા. ૩૦ એપ્રિલ સુધી વકીલોની ગેરહાજરીને દરગુજર કરી આગળની કાનૂની કાર્યવાહી જે તે સ્ટેજે રાખવી વકીલો અને પક્ષકારોની ગેરહાજરીમાં કોઈ કેસનો નિકાલ નહિ કરવા કે ક્રિમીનલ કેસોમાં પક્ષકારો સામે વોરંટ નહિ કાઢવા અને દીવાની દાવાઓમાં યથાવત સ્થિતિ જાળવી રાખવા મોરબી બાર એસો તરફથી વિનંતી કરવામાં આવી છે.

(10:26 am IST)